ફીમાં વધારો કરતા વડોદરાની એમ.એસ યુનિવર્સીટી ફરી એકવાર આવી વિવાદમાં
વડોદરાની વારંવાર વિવાદોમાં આવનારી એમ એસ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીના કોર્સ માટે ફીમાં અંદાજિત 5000નો વધારો કરતા વિધાર્થી સંગઠનો રોષે ભરાયા છે.
રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાની વારંવાર વિવાદોમાં આવનારી એમ એસ યુનિવર્સીટી ફરી એકવાર વિવાદમાં આવી છે. એમ.એસ યુનિવર્સીટીના સત્તાધીશોએ કોમર્સ ફેકલ્ટીના કોર્સ માટે ફીમાં અંદાજિત 5000નો વધારો કરતા વિધાર્થી સંગઠનો રોષે ભરાયા છે.
કોમર્સ ફેકલ્ટીના વિધાર્થીઓએ યુનિવર્સીટી હેડ ઓફિસ પર પહોચી હંગામો કર્યો જેના કારણે યુનિવર્સીટીના વિજિલન્સ ટીમ અને વિધાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયુ હતું. વિધાર્થીઓએ ફી વધારો પાછો ખેચવા માટે સત્તાધીશો સાથે બેઠક પણ કરી પરંતુ બેઠકમાં કોઈ નિરાકરણ સામે ન આવતા વિધાર્થીઓ હેડ ઓફિસમાં જ ભૂખ હડતાલ પર બેસી ગયા હતા.
રાજ્યમાં ‘વાયુ’ વાવાઝોડાનું સંકટ ટળ્યું, તમામ બંદરો પર 2 નંબરનું સિગ્નલ લાગ્યું
વિધાર્થીઓએ યુનિવર્સીટી પર આડેધડ ફી વધારો કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. કોમર્સ ફેકલ્ટીના વિધાર્થી નેતા રાકેશ પંજાબીએ ફી વધારો પાછો નહિ ખેચાય તો ઉગ્ર આંદોલનની અને પ્રવેશ પ્રક્રિયા ન થવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી.