રવિ અગ્રવાલ, વડોદરાઃ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વિવાદોનો પર્યાય બની ગઈ છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાઓનો વાઈસ ચાન્સેલરે ભંગ કર્યો છે. જેના કારણે વિરોધ થયો છે. સંસ્કારી નગરી વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પ્રસિદ્ધિ મેળવવાની લ્હાયમાં કાંઈક એવું કરી બેઠા કે વિવાદ થયો છે. યુનિવર્સિટીના નવા વર્ષના કેલેન્ડરમાં મહારાદા સયાજીરાવની સાથે વાઈસ ચાન્સેલરનો ફોટો પણ છાપવામાં આવ્યો છે. જેના કારણે વિવાદ થયો છે. અને સેનેટ સભ્યોએ વિરોધ નોંધાવીને કહ્યું છે કે, આ પહેલા કોઈ વાઈસ ચાન્સેલરે આ રીતે પોતાની પ્રસિદ્ધી કરી નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ ખાસ વાંચોઃ


મેરે પાસ માં હૈ...! ધર્મેન્દ્રથી લઈને અમિતાભ સૌ કોઈ જેને કહેતા હતા માતા...


વડોદરાના લક્ષ્મીવિલાસ પેલેસમાં આજથી બે દિવસીય કલા ઉત્સવનો પ્રારંભ, જાણો શું હશે ખાસ


નોકરિયાતો માટે ખુશખબરી, આટલો ઉંચો પગાર હશે તો પણ નહીં ભરવો પડે Income Tax!


મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી દર વર્ષે કેલેન્ડર પ્રસિદ્ધ કરે છે. અને આ કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવની તસવીરો હોય છે. આ વર્ષોનો વણલખ્યો નિયમ હોય છે. પરંતુ આ વર્ષે આ કેલેન્ડરમાં મહારાજા સયાજીરાવની સાથે વાઈસ ચાન્સેલરની પણ તસવીર છે. 2023ના કેલેન્ડરમાં મહારાજા સયાજી રાવની તસવીર છે. જેની નીચે યુનિવર્સિટીના ચાન્સેલર રાજમાતા શુભાંગીની રાજે ગાયકવાડની બાજુમાં વીસીનો ફોટો છે. જેને લઈને વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વીસીએ પોતાને મહારાજા સયાજીરાવની સાથે જ દર્શાવતા વિવાદ વધુ વકરી શકે છે. જો કે આ મામલે વીસી વિજય શ્રીવાસ્તવે મૌન ધારણ કર્યું છે.


આ પહેલી વાર નથી કે જ્યારે વડોદરાની એમએસ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. તાજેતરમાં જ આ યુનિવર્સિટીમાં અસામાજિક તત્વોનો આતંક ચર્ચાનો વિષય બન્યો હતો. તો કેટલાક કોર્સના તો પરીક્ષાના પરિણામો પણ નથી આવ્યા. જેથી લોકમુખે એવી ચર્ચા છે કે યુનિવર્સિટીની વાઈસ ચાન્સેલરે આવી બાબતો પર સત્વરે ધ્યાન આપવું જોઈએ.


આ ખાસ વાંચોઃ


શરમ કરો! રસીની બુમરાણ વચ્ચે રાજ્યમાં 28 લાખ કોરોના રસીના ડોઝ બગડી ગયા


પ્રમોશન અપાવતો બંગલો એક પણ મંત્રીને ન ફાળવાયો, જાણો કોને મળ્યો મંદિરવાળો બંગલો


સરકારના કારણે લોકોના ખિસ્સાં ખંખેરાશે, જગદીશ વિશ્વકર્મા જણાવે કે આજનું કામ કાલે કેમ?