વડોદરા : ગોત્રી હોસ્પિટલના તબીબોએ મ્યુકોરમાઇકોસિસના દર્દીની આંખનો ડોળો અને સારા સ્નાયુઓને સાચવીને અસરગ્રસ્ત હિસ્સો દુર કરવાની સફળ સર્જરી કરી છે. આ સર્જરીથી અંધાપો નિવારી શકાતો નથી પણ ચહેરાની કુરૂપતા નિવારી શકાય છે. આ અંગે હિરેન સોનીએ જણાવ્યું કે, આ કિસ્સો ગુજરાતમાં પહેલીવાર મ્યુકરના દર્દીની રેટ્રો ઓર્બિટ ક્લિયરન્સ વિથ આઇ બોલ પ્રીઝર્વેશન સર્જરી કરવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મ્યુકરમાઇકોસિસ એક સામાન્ય ફુગથી થતો રોગ છે પરંતુ જ્યારે તે વકરી જાય ત્યારે તે અંગને નુકસાન પહોંચાડે છે. જેના કારણે તે અંગ પછી કાઢવું જ પડે છે. જેથી વ્યક્તિનો ચહેરો તો કુરૂપ થાય જ છે સાથે સાથે તે અંગ પણ કાઢવું પડે છે. આ ચહેરો કુરૂપ થાય તેવી સ્થિતિમાં તે વ્યક્તિએ આજીવન સાંભળવાનું થાય છે. 


એન્ડોસ્કોપિક સિસ્ટમ જેવી અદ્યતન માઇક્રો ડી બ્રાઇડર યંત્રની મદદથી ઓર્બિટલ ક્લિયરન્સ વિથ આઇ બોલ પ્રીઝર્વેશનન્યુઅર મોડાલિટીની નવ પ્રચલિત સર્જરી કરી છે. ફુગથી પ્રભાવિત થયેલા આંખના બોલને ડોળા અને સારા સ્નાયુઓને અકબંધ રાખીને મોટા ભાગનો ચહેરો સુદર રહે તે પ્રકારનો પ્રયાસ કરવામાં આવે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube