જયંતિ સોલંકી/વડોદરા: વડોદરા મહાનગરપાલિકાએ ખાનગી એજન્સીના સહયોગથી ઓનલાઈન સર્વેમાં છેલ્લા ત્રણ વર્ષમાં 91 હજારથી વધુ નવી મિલકતો શોધી કાઢી 56 કરોડ ઉપરાંતની આવક ઊભી કરવામાં સફળતા મળી છે. GIS પદ્ધતિથી શોધેલી 68051 મિલકતોનો 56 કરોડ વેરો વસૂલાયો છે. બિલ ભાયલી સેવાસીમાં 34658 મિલકતોની આકારણી કરાઈ છે અને આકારણી બાદ 22.62 કરોડના ડિમાન્ડ વેરા બીલો બજાવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા મહાનગરપાલિકાએ  છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ખાનગી એજન્સીમાં માધ્યમથી આકારણી બાકી  હોય તેવી તથા આકારણી રજિસ્ટર મુજબના માપમાં ફેરફાર કરેલ હોય તેવી મિલ્કતોનો સર્વે કરી નવા વેરા બિલની બજવણી કરી હતી. જીઆઈએસ સર્વે અંતર્ગત તેમજ અરજદારની અરજી આધારે કુલ 91,735 જેટલી નવિ મિલકતો તથા માપમાં ફેરફાર હોય તેવી મિલકતો મળી આવી છે. 


જે પૈકી કુલ 68,051 જેટલી મિલકતો આકારણી કરવાને પાત્ર જણાતા 68051 જેટલા વેરા બીલો બજાવી પ્રોપર્ટી ટેક્ષ પેટે રૂ. 56.01 કરોડની આવક પ્રાપ્ત થઈ છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ ઝોનમાં આવેલ ભાયલી, સેવાસી અને બીલ વિસ્તારમાં જ 34,658 જેટલી નવી મિલકતોની આકારણી કરી કુલ રૂ.22.62 કરોડની ડીમાન્ડના વેરા બીલો બજાવવામાં આવ્યા હતા.