રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરા કોર્પોરેશનનું વર્ષ 23-24નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. કોર્પોરેશનનું વર્ષ 2023-24નું 4761.93 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે. કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ બજેટ રજૂ કર્યું છે. ગત વખતે કોર્પોરેશનનું 3838.67 કરોડનું બજેટ હતું. પરંતુ આ વખતના બજેટમાં શહેરીજનો પર નવો એન્વાયરમેન્ટ ટેકસ સૂચવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા શહેરના નાગરિકો પર બજેટમાં 70.11 કરોડનો કર દરનો બોઝો નખાયો છે. બજેટમાં ગ્રીન બોન્ડ બહાર પાડવાનું સૂચન કરાયું છે. બજેટમાં વડોદરા શહેરને ઇલેક્ટ્રિકલ હબ તરીકે વિકસાવવાનું પણ આયોજન છે.


બજેટમાં મ્યુનિ. કમિશનરે કર્યું સૂચન


  • - હેરિટેજ સેલ,

  • - હેરિટેજ રૂટ 

  • - વડોદરા શહેરને હેરિટેજ સિટી આપવાનો અથાગ પ્રયાસ કરાશે

  • - સ્વચ્છતા માટે પ્રોજેકટ ઇમ્પ્લીમેંટેશન યુનિટની રચના 

  • - વિશ્વામિત્રી શુદ્ધિકરણ અને રિવરફ્રન્ટ માટે કામ 

  • - એનર્જી એફિસેન્સી સેલની રચના 

  • - કોર્પોરેશનના વહીવટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ 

  • - ટેકનોલોજી ફંડની રચના કરવાનું સૂચન

  • - વડોદરા શહેરના ફરતે 75 મીટર રીંગરોડ એટલે કે  ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ કોરિડોર બનાવવાનું સૂચન 

  • - ટેક્સથી 253.50 કરોડની આવક ઊભી કરાશે

  • - CSR ફંડ ની રચના કરાશે 

  • - આ વર્ષે ખર્ચનો અંદાજ 3257.22 કરોડનો ખર્ચ 

  • - વર્ષ 2022-23નું રિવાઇઝડ બજેટ 4243.24 કરોડનું રજૂ કર્યું   

  • - રહેણાંક મિલકતનો ચોરસ મીટરનો કરનો દર 16 રૂ.ના બદલે 20 રૂ. સૂચવ્યો 

  • - જ્યારે કોમર્શિયલ મિલકતમાં ચોરસ મીટરનો કરનો દર 30ના બદલે 35 રૂ.નું સૂચવ્યો


મહાનગરપાલિકામાં પ્રતિ વર્ષ સવારે ડ્રાફ્ટ બજેટ અને રિવાઇસ બજેટ રજૂ કરવાની વર્ષો જૂની પરંપરા આજે તૂટી છે. બજેટમાં ડ્રેનેજ નેટવર્કની વાત કરીએ તો, તરસાલી,ગોરવા, કરોળિયા, બિલ, ઉંડેરા, સેવાસી, શેરખી, ભાયલી સહિતના વિસ્તારોમાં એસટીપી પ્લાન્ટ,એપી એસ, ડ્રેનેજ ગ્રેવિટી લાઈન, પ્રેશર લાઈન, ઔસલરી પંમ્પિંગ સ્ટેશન સહિતની જરૂરી સુવિધા ઉભી કરવા અંદાજે 22 પ્રોજેક્ટ પાછળ 195.60 કરોડનો ખર્ચ થશે. 


નોંધનીય છે કે, કોર્પોરેશન પાણીનું નેટવર્ક વિસ્તાર માટે ભાયલી, ઊંડેરા, તરસાલી, કરોડિયા, બિલ, વેમાલી ગોરવા, નિમેટા લાઈન, બાપોદ જાંબુડીયાપુરા, ઓજી વિસ્તારમાં અંદાજે 20 જેટલા પ્રોજેક્ટ પાછળ 811.13 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત રામેશરા કેનાલ તથા રાયકા ફ્રેન્ચવેલથી નવો પાણીનો સ્રોત ઊભો કરવા 505 કરોડનો ખર્ચ કરાશે


શહેરના સયાજીબાગ ગાર્ડનમાં અપગ્રેડેશન પ્રક્રિયા કોર્પોરેશન હાથ ધરશે જેમાં ચિલ્ડ્રન્સ પ્લે એરિયા, રમત ગમતના સાધનો, વિકલાંગો માટે જરૂરી સુવિધા પાછળ 1.80 કરોડનો ખર્ચ થશે. આમ અંદાજે 46 પ્રોજેક્ટ પાછળ વડોદરા કોર્પોરેશન 1623.53 કરોડનો ખર્ચ કરશે.