વડોદરા : પાલિકાના કર્મીઓ ગાડીમાં ઠસોઠસ ભરીને લોકોને સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરે છે
શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને અટકાવવા માટે બે દિવસથી પાલિકા અને પોલીસની ટીમો કામગીરીમાં જોડાઇ છે. વડોદરાના મંગળબજાર, ન્યાયમંદિર, મુનશીનો ખાંચો, ઘડિયાળી પોળ સહિતનાં બજારોમાં પાલિકા અને પોલીસની ટીમોએ વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવવા બાબતે જાહેરાત કરીને અપીલ કરી હતી.
હાર્દિક દીક્ષિત/વડોદરા : શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે જેને અટકાવવા માટે બે દિવસથી પાલિકા અને પોલીસની ટીમો કામગીરીમાં જોડાઇ છે. વડોદરાના મંગળબજાર, ન્યાયમંદિર, મુનશીનો ખાંચો, ઘડિયાળી પોળ સહિતનાં બજારોમાં પાલિકા અને પોલીસની ટીમોએ વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરાવવા બાબતે જાહેરાત કરીને અપીલ કરી હતી.
આ બાબતે એક કારમાં બેસીને 8 અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ અંગે અપીલ કરી હતી. આ કર્મચારીઓએ એક વેપારીએ જાહેરમાં ખખડાવી નાખ્યા હતા. એક કારમાં બેસીને 8 અધિકારીઓએ સોશિયલ ડિસ્ટન્સ અંગે અપીલ કરી હતી. આ કર્મચારીઓને એક વેપારીએ જાહેરમાં ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, આ તમારૂ સોશિયલ ડિસ્ટન્સ છે.
જે વ્યવહારિક છે તે તો છે જ આવી રીતે સોશિયલ ડિસ્ટન્સ ન થાય 10-10 લોકો ગાડીમાં બેસીને સોશિયલ ડિસ્ટન્સની અપીલ કરી રહ્યા છો તે કેટલી હદે યોગ્ય. વડોદરા શહેરની બજારોમાં પોલીસ અને પાલિકા ટીમો ફરીને લોકો અને વેપારીઓને અપીલ કરી રહી છે કે, કમિશ્નર સાહેબના આદેશ અનુસાર જાહેર જનતા અને વેપારીઓને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અપીલ કરી છે.
કોરોના મહામારીમાં માસ્ક પહેરીને જ ગ્રાહકોને દુકાનમાં પ્રવેશ આપો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવો. આ એનાઉન્સમેન્ટ સાંભળીને એખ વેપારીએ પાલિકા અને પોલીસના કર્મચારીઓની ગાડી ઉભી રખાવી હતી. કારમાં 8થી 10 લોકો બેઠા હતા. તેમને જ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટેની અપીલ કરી રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube