રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્ય સરકારના રિપોર્ટ મુજબ વડોદરાના ભૂગર્ભમાં 4125 કરોડ લીટર પાણી જ રહ્યું છે, જોકે કોર્પોરેશન દ્વારા શહેરના રોડ રસ્તાઓના ડિવાઈડર વચ્ચે 20000 જેટલા કોનોકાર્પસ નામના વૃક્ષ રોપી દેવામાં આવતા તે રોજનું એક લાખ લીટર પાણી શોષી લેતા હોવાથી તંત્ર ચિંતામાં મુકાયું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્ય સરકારના રિપોર્ટ મુજબ વડોદરાના ભૂગર્ભ જળની સ્થિતિ મધ્યમ કટોકટી વાળી છે. જો તકેદારી નહીં રાખવામાં આવે તો જોખમ ઉભું થઈ શકે છે. આવા સંજોગોમાં વડોદરા મહાનગર પાલિકાએ રોડ રસ્તાના ડિવાઈડરો પર 2017ના મિલિયન ટ્રી પ્રોજેકટ હેઠળ વાવેલા 20 હજારથી વધુ કોનોકાર્પસના ઝાડ રોજ એક લાખ લીટર પાણી ભૂગર્ભમાંથી શોષી લે છે, આ ઝાડની ખાસિયત એ છે કે તે 2 ફૂટનું હોઈ ત્યારે 4 થી 5 લીટર પાણીની તેને જરૂર પડે છે. જેમ વૃક્ષ કપાય તેમ તે વધુ પાણી ચૂસે છે.


'બાર વરસે બાવો જાગ્યો'; સિનિયર ક્લાર્કે પુત્રી, પુત્રવધૂને ખોટી રીતે નોકરી ચઢાવતા 12 વર્ષે ભાંડો ફૂટ્યો


2017 માં મિશન મિલિયન ટ્રી પ્રોજેકટ હેઠળ લાખો રૂપિયાના ખર્ચે ચંદીગઢ, ગાઝિયાબાદ અને પુણેની નર્સરી માંથી આ છોડવા લાવવામાં આવ્યા હતા, ત્યારે પાલિકાના સલાહકાર સમિતિના બોટનિસ્ટ ડો જીતેન્દ્ર ગવડી સહિતના સલાહકારોએ 60 વૃક્ષોની યાદી આપી હતી. જેમાં કોનોકાર્પસનું નામ અપાયું ન હતું. છતાં સત્તાધીશોએ આ વૃક્ષ પર પસંદગી ઉતારી મુસીબત વહોરી લીધી હતી. ત્યારના મ્યુનિસિપલ કમિશ્નર ડો વિનોદ રાવ દ્વારા આ પ્રોજેકટને આગળ વધારવામાં આવ્યો હતો. 


ગોરખનાથ મંદિરમાં થયેલા હુમલામાં ગુજરાત કનેક્શન ખુલ્યું; ગુજરાત ATS જશે UP, આરોપીને લઈને થયા ખુલાસા


આજે સ્થાઈ સમિતિ અધ્યક્ષ ડો હિતેન્દ્ર પટેલ સ્વીકારી રહ્યા છે કે, 2017 માં મિલિયન ટ્રી માટે કોનોકાર્પસના ઝાડ પસંદ કરી પાણીની સમસ્યા ઉભી કરી હતી, જે માટે રોજના અનેક પાણીના ટેન્કરને ટપક પધ્ધતિ દ્વારા પાણીનું સિંચન કરવામાં આવે છે પણ હવે પછીના પ્રોજેક્ટમાં કોનોકાર્પસ ઝાડની બાદબાકી કરાઈ તો વિપક્ષ એ તંત્રની બેદરકારી ગણાવી હતી અને વૃક્ષો બદલી નવા લગાવવા માંગ કરી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube