Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : આખો દેશ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે. દિવાળીના તહેવારનું મહત્વ અને દિપોત્સવીની પરંપરાનો ઇતિહાસ અનેરો છે. લોકો દીપ પ્રગટાવી દિવાળીના તહેવારની ઉજવણી કરે છે. ત્યારે વડોદરાના મ્યુઝિયમમાં 100 વર્ષ જુનો દીવડો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભગવાન રામ લંકા વિજય મેળવીને અયોધ્યા પરત ફર્યા ત્યારે અવધમાં દિવડા પ્રગટાવી દીપોત્સવ મનાવવામાં આવ્યો હતો. દરેક લોકોએ પોતાના ઘરની બહાર અને રાજમાર્ગો પર દીવા પ્રગટાવ્યા હતા. આ જ હેતુથી આજે પણ દિવાળીના તહેવારે લોકો ઘરે ઘરે, દુકાને અને ઓફિસે દીવો પ્રગટાવે છે. આજે માટીના કોડિયાથી શરૂ કરીને ચાઈનીઝ દીવા બજારમાં આવ્યા છે. જેની લોકો ખરીદી કરે છે ત્યારે વડોદરાના ક્માટીબાગમાં બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીમાં 19 મી સદીનો 100 વર્ષ પહેલાં બનેલો દીવો સચવાયેલો છે. પિત્તળમાં બનેલો આ દિવો હાથી પર બનાવવામાં આવ્યો હતો. 24 નાની દીવી, તેના પર મોટો દીવો અને દીપ લક્ષ્મીનું સુંદર નિર્માણ કરવા આવ્યું છે. આ આલિશાન કંડારેલા દીવા પર 108 દીવા પ્રગટાવી શકાય છે. 19 મી સદીના દીવડાની કલાકૃતિ સંસ્કૃતિના કલા વારસાના દર્શન કરાવે છે. 


સતલાસણા દિવાળીની ખરીદી કરવા ગયેલા ચાર લોકો કાળનો કોળિયો બન્યા, પરિવારમાં માતમ છવાયો


આ વિશે વડોદરા મ્યુઝિયમ એન્ડ પિક્ચર ગેલેરીના ક્યુરેટર કિરણ વરિયાએ જણાવ્યું કે, મહારાજ સયાજીરાવ ગાયકવાડે શરૂ કરેલા મ્યુઝિયમમાં અનેક અલભ્ય વસ્તુઓ સચાયેલી છે. જોકે 100 વર્ષા જૂનો દિવી મુલાકાતીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. વર્ષો પહેલા હિન્દુ સંસ્કૃતિના તહેવારોની ઉજવણીનો વૈભવને લોકો જાણી રહ્યા છે. લોકો 100 વર્ષ જુનો દીવો આજે નિહાળી આશ્ચર્યચકિત પણ થઈ રહ્યા છે. 


આપણી સંસ્કૃતિને જાણવી હોય તો આપણા વારસાને સમજવો જોઈએ રામાયણ અને દીપોત્સવી આપણી ધાર્મિક પરંપરા આજે પણ અવિરત ચાલી રહી છે. જોકે સમય જતાં ઉત્સવની ઉજવણીમાં બદલાવ આવી રહ્યા છે તે પણ વાસ્તવિકતા છે.


ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલે મંચ પરથી ‘પત્ની’ વિશે એવું કંઈક કહ્યું કે બધા હસવા લાગ્યા