ઝી બ્યુરો/પંચમહાલ: રામ રાખે તેને કોણ ચાખે ઉક્તિ ઘોઘંબાના નવા કુવા ગામે યથાર્થ સાબિત થઈ છે. અવાવરું કુવામાં શ્વાન અને બિલાડી પાણી વિના જ દોઢ વર્ષથી જીવિત રહ્યા હોવાની ઘટના સામે આવી છે. સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે, પરંતુ આ હકીકત છે. દોઢ વર્ષથી અવાવરૂ કૂવામાં પડેલો શ્વાન અને બિલાડીનું આજે રેસ્ક્યુ કરાયું છે. સ્થાનિકો દ્વારા કૂવામાં નાખવામાં આવતાં એંઠવાડો ખાઈને શ્વાન અને બિલાડીએ દિવસો પસાર કર્યા હતા. વડોદરાની વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટીમ અને સામાજિક વનીકરણ વિભાગે રેસ્ક્યુ કરી શ્વાન અને બિલાડીને કુવામાંથી બહાર કાઢ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિધર્મી યુવકે યુવતીને ફસાવી: ધંધામાં પાર્ટનર બનાવી યુવતી સાથે માણ્યું શરીરીસુખ, પછી.


આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, ઘોઘંબા તાલુકાના નવાગામમાં આવેલા સુકાઈ ગયેલા અને અવાવરું કૂવામાં દોઢ વર્ષથી એક શ્વાન અને બિલાડી પડ્યો હતો. કૂવામાં પડેલા શ્વાનને કોઈએ બહાર કાઢવાની દરકાર ન કરતા આજુબાજુ લોકો એંઠવાડનો ખોરાક નાખી જતા. એ ખોરાક ખાઈને શ્વાન અને બિલાડી જીવતો રહ્યો હતો.આ સમગ્ર હકીકત ઘોઘંબાના સરપંચ નિલેશ વરિયાના ધ્યાને આવતા તેઓએ વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ ઓફિસર દુમાળિયાને જણાવ્યું હતું. 


વાંસદામાં ફૂલ જેવડી બે બાળકોની હત્યા કરી દંપતીએ ફાંસો ખાઈ લીધો, 4 મોતથી ગામમાં શોક


ત્યારબાદ વડોદરા વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટના રેસ્ક્યૂ ટીમનો સંપર્ક કરી આજે શ્વાન અને બિલાડીને બહાર કાઢવા અંગે કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યૂ ટીમના સભ્યોએ સ્થળ ઉપર પહોંચી કૂવામાં ઉતરી પોતાની કામગીરી હાથ ધરી હતી. બંને રેસ્ક્યૂએ શ્વાન અને બિલાડીની નજીક જઇ શ્વાનને કોથળામાં બાંધી હેમખેમ બહાર કાઢી લાવ્યા હતા.


ગુજરાતમાં બિલ્લી પગે કોરોના થઈ રહ્યો છે વિકરાળ, આજના પોઝિટીવ કેસ તમારી કરશે ઉંઘ હરામ


મહત્વનું છે કે, વર્ષો સુધી અંધારા અવાવરું કૂવામાં પાણી વગર માત્ર ખોરાક ખાઈને જીવતા રહેલા શ્વાનને બહાર કાઢવામાં આવ્યા છે તો ખરા, પરંતુ બહારનું અજવાળું જોતા શ્વાન આંખો મીંચી દેતો હતો. જોકે ધીરે ધીરે જમીન ઉપર આવ્યાનો અહેસાસ થતા આમતેમ ફરીને અંધારું શોધી બેસી ગયો હતો. શ્વાન આટલા લાંબા સમયથી પાણી વગર માત્ર ખોરાક ઉપર જીવતો રહ્યો એ વાતને આશ્ચર્યજનક ઘટના જણાવી હતી.