ચલો દિલદાર ચલો, ચાંદ કે પાર ચલો.... પ્રેમ હોય તો આવો, પત્નીને આપી આ પૃથ્વી પર ન મળે તેવી ગિફ્ટ
પ્રેમમાં ચાંદ તારા તોડી લાવવાની સહજ વાતો યુવા પ્રેમીઓમાં ચાલતી રહેતી હોય છે. પરંતુ વડોદરાના 25 વર્ષીય બિઝનેસમેન યુવક મયુર પટેલે અઢી વર્ષના પ્રેમ સંબંધ બાદ ભાવિ પત્નીને ભેટમાં ચંદ્ર પર જમીન ખરીદી આપી
રવિ અગ્રવાલ/વડોદરા :પતિ પત્નીને, પ્રેમી તેની પ્રેમિકાને સારી ભેટસોગાદો આપે તો તેમના વચ્ચેનો પ્રેમ ગાઢ છે તેવુ કહેવાય. પત્નીને ખુશ રાખવામાં પતિ અનેક રોમેન્ટિક વસ્તુઓ કરતો હોય છે. જેમાં કિંમતી ભેટ પણ આવે છે. ત્યારે વડોદરાના એક પતિએ પોતાની પત્ની માટે ચંદ્ર પર જમીન ખરીદી છે. દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂત બાદ વડોદરાના બિઝનેસમેન યુવકે તેની ફિયાન્સી માટે ચંદ્ર પર એક એકર જમીન ખરીદી છે, જે ડિજિટલ પ્રોપર્ટી તરીકે રહેશે. સગાઈના દિવસે જ ભાવિ પત્નીને સરપ્રાઈઝ આપતા પરિજનોમાં ખુશીનો માહોલ છવાયો છે.
પ્રેમમાં ચાંદ તારા તોડી લાવવાની સહજ વાતો યુવા પ્રેમીઓમાં ચાલતી રહેતી હોય છે. પરંતુ વડોદરાના 25 વર્ષીય બિઝનેસમેન યુવક મયુર પટેલે અઢી વર્ષના પ્રેમ સંબંધ બાદ સામાજિક રીત રસમ સાથે લગ્નન બંધનમાં બંધાવાનું નક્કી કર્યું. બંને પક્ષ રાજીખુશીથી લગ્ન માટે તૈયાર થઈ ગયા. ત્યારે 27 ફેબ્રુઆરીના દિવસે સગાઈ યોજવામાં આવી હતી. એ જ દિવસે મયુર પટેલે તેની ભાવિ પત્ની હેમાલી પટેલને સરપ્રાઈઝ ગિફ્ટ રૂપે ચંદ્ર પર એક એકર જમીનના દસ્તાવેજ આપ્યા હતા.
આ પણ વાંચો : યુક્રેનથી પરત આવ્યા 100 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ, કહ્યું-અમારી પાસે ભારતીય ફ્લેગ હોવાથી અમને ક્યાંય ન રોક્યા
ચંદ્ર પર જમીનની માલિકીના દસ્તાવેજ જોઈને ભાવિ પત્ની ખુશીથી ઝૂમી ઉઠી હતી. અમેરિકાની લ્યુનર ઇન્ટરનેશનલ સોસાયટી જે કેલિફોર્નિયા સ્થિત છે, જેના નાસા સાથે સંકળાયેલ છે. જેના દ્વારા આ જમીન ખરીદવામાં આવી છે. મયુર પટેલે ચંદ્ર પર જે એક એકર જમીન છે તે બેય ઓફ રેનબોવ છે. એટલે કે પ્રેમના પ્રતીક સમાન જગ્યા આ કપલે ખરીદી હતી. કંપનીએ મયુર પટેલને દસ્તાવેજી પુરાવા આપ્યા છે. જોકે આ જમીન ડિજિટલ પ્રોપર્ટી તરીકે આ કપલ પાસે રહેશે. આ જમીન કોઈને વેચી કે ખરીદી નહિ શકાય. તેનો કાયદાકીય હક પણ નહિ હોય.
મયુર પટેલે ડેબિટ કાર્ડ દ્વારા ડોલરમાં ઓનલાઇન કંપનીને એક લાખ રૂપિયા ચૂકવ્યા છે. આ મામલે 22 ફેબ્રુઆરી 2022 થી ડિલની વાતચીત શરૂ થયા બાદ ડિલ થઈ હતી. આ પહેલા ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપૂત ચાંદ પર જમીન ખરીદી ચૂક્યો છે. શાહરુખ ખાનના એક ફેને તેને ચાંદ પર જમીન ભેટમાં આપી હતી. અમદાવાદની શિબાની રોયે પણ મિત જૈનને પણ આ પ્રકારે જમીન ગિફ્ટ કરી છે. બિઝનેસમેન મયુર પટેલ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેડિંગનો બિઝનેસ કરે છે. જ્યારે તેમની ભાવિ પત્ની હેમાલી પટેલે એક ખાનગી કંપનીમાં પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટરની નોકરી કરે છે. બંને અઢી વર્ષ સુધી પ્રેમ સંબંધ બાદ લગ્ન ગ્રંથીથી જોડાશે.