રવિ અગ્રવાલ/વડોદરા: અમેરિકામાં મોટેલના માલિકે વડોદરા આવ્યા બાદ સુરતની સગીરા સાથે વડોદરામાં મકાન ભાડે રાખીને દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઇ છે. 16 વર્ષની સગીરા સાથે 59 વર્ષના NRIએ દુષ્કર્મ આચરતા સગીરાના પિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જયેશ પટેલ વિરુદ્ધ પોક્સો કલમ હેઠળ દુષ્કર્મની ફરિયાદ
અમેરિકામાં મોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા મૂળ વડોદરાના જયેશ પટેલ દર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરિવાર સાથે વડોદરા આવે છે. 59 વર્ષના જયેશ પટેલે 16 વર્ષની સગીરાને સુરતથી નોકરી આપવાના બહાને વડોદરા બોલાવી. જયેશ પટેલ પોતે નિઝામપુરા વિસ્તારમાં રહેતો હોવા છતાં અલકાપુરીમાં અનુપમ સોસાયટીમાં ઘર ભાડે રાખ્યું, જ્યાં સગીરાને રોકાવી તેની સાથે રાત્રે ઘરમાં મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું. જેની જાણ સગીરાના પિતાને થતાં તેને સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં આરોપી જયેશ પટેલ વિરુદ્ધ પોક્સો કલમ હેઠળ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી.


સગીરાના પિતાએ પોલીસ ફરિયાદમાં હકીકતનો કર્યો ખુલાસો
પીડીતાના પિતાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં લખાવ્યું કે હું મારી 16 વર્ષની દીકરી સાથે સુરતમાં રહું છુ. અગાઉ મે મારી પત્ની સાથે છુટાછેડા લીધા હતા. છૂટાછેડા બાદ મે સાત વર્ષ પહેલાં ફરી લગ્ન કર્યા હતા. મારી પહેલી પત્ની મારી દીકરીને મુકીને ગઈ હોવાથી તે મારી સાથે રહે છે. મારી દીકરી છેલ્લા પાંચ મહિનાથી સ્કૂલમાં જતી નથી. ગત 10 ડિસેમ્બરના રોજ મારી પત્ની મુંબઈ ખાતે તેના સંબંધીના ઘરે ગઈ હતી, જેથી હું 11 ડિસેમ્બરના રોજ મારી દિકરીને ઘરે એકલી મુકી મારી પત્નીને તેડવા માટે મુબંઈ ગયો હતો અને 12 ડિસેમ્બરના રોજ સવારના 10 વાગ્યે પરત સુરત ખાતે મારા ઘરે પરત આવ્યો હતો. તે વખતે મારી દિકરી ઘરે હાજર નહોતી. જેથી મે મારા મોટાભાઈને ફોન કરી મારી દીકરી તમારા ઘરે આવી છે કે કેમ? તેમ પૂછ્યું હતું. જો કે તેઓએ ના પાડી હતી. જેથી મે મારી દીકરીને ફોન કરીને પૂછ્યું હતું કે, તું ક્યાં છે, જેથી તેને મને કહ્યું હતું કે, હું રસ્તામાં છું અને થોડીવારમાં ઘરે આવું છું. ત્યારબાદ મારી દીકરી 12 ડિસેમ્બરના રોજ બપોરના 12થી 1 વાગ્યાના અરસામાં ઘરે આવી હતી. જેથી મેં તેને પૂછ્યું હતું કે, તું ક્યા ગઈ છે? તેને શરૂઆતમાં કઈ જવાબ આપ્યો નહોતો. પરંતુ મેં તેને કડકાઈથી પુછતા તેણે મને જણાવ્યું હતું કે, આપણે અમદાવાદ ખાતે રહેતા હતા, તે વખતે મારી બહેનપણીએ મને વડોદરા ખાતે રહેતા જયેશભાઈ મુકુંદભાઈ પટેલનો ફોન નંબર આપ્યો હતો, જેથી મે તેઓના મોબાઈલ નંબર ઉપર નોકરી બાબતે વાતચીત કરી હતી. જેથી જયેશ પટેલે મને વડોદરા બોલાવી હતી. જયેશ પટેલે મને અલકાપુરીમાં આવેલી અનુપમ સોસાયટીના એક મકાનના રૂમમાં લઈ જઈ ગયો હતો અને મને તે મકાનમાં તેમની સાથે રાત રાખી હતી અને રાતના સમયે જયેશ પટેલે મારી સાથે જબરદસ્તી દુષ્કર્મ આચર્યું હતું અને આ વાત કોઈને વાત કરીશ તો તને અને તારા પિતાને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.


જયેશ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું
મહત્વની આરોપી જયેશ પટેલ અને તેનો પરિવાર અમેરિકામાં સ્થાયી થયો છે. જયેશ પટેલ અમેરિકામાં પોતાની મોટેલ ધરાવે છે અને જયેશ પટેલને બે દીકરીઓ પણ છે. જયેશ પટેલ તેની પત્ની સાથે વડોદરા આવ્યો હતો અને તેના નિઝામપુરા સ્થિત મકાનમાં રહેતો હતો. સગીરાને રાખવા માટે તેને અકોટા વિસ્તારમાં એક મકાન ભાડે રાખ્યું હતું. આ મકાનમાં જ જયેશ પટેલે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. સયાજીગંજ પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી જયેશ પટેલની ધરપકડ કરી છે અને તેના રિમાન્ડ મેળવવાની દિશામાં તજવીજ હાથ ધરી છે.