પાદરાના કોંગ્રેસ ધારાસભ્યએ રાજીનામું આપવાની તૈયારી બતાવી, સીએમને કહી આ વાત
ધારાસભ્ય (MLA) જશપાલસિંહ પઢીયારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય (Congress MLA) હોવાથી ગુજરાત સરકાર મારી સાથે સતત અન્યાય કરી રહી છે
મિતેશ માળી/ પાદરા: પાદરાના (Padra) ધારાસભ્યએ રાજીનામું (MLA Resigns) આપવાની તૈયારી બતાવતા અને મીડિયા સમક્ષ નિવેદન કરતાં ભારે ચકચાર મચી છે. ધારાસભ્ય (MLA) જશપાલસિંહ પઢીયારે નિવેદન આપતા જણાવ્યું હતું કે, હું કોંગ્રેસનો ધારાસભ્ય (Congress MLA) હોવાથી ગુજરાત સરકાર મારી સાથે સતત અન્યાય કરી રહી છે.
તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર (Gujarat Government) પાસે પાદરાના બે મુખ્ય કામોની માગ વારંવાર કરી છે. છતાં કોંગ્રેસના ધારાસભ્ય (Congress MLA) હોવાથી મને અન્યાય થઈ રહ્યો છે. મેં સરકાર પાસે તિથોર આડ બંધ અને પાદરા જબુસર ફોર લેન બનાવવા અનેક વાર રજૂઆત કરી છે. જે પાદરાના (Padra) પ્રાણ પ્રશ્નો છે અને લોકોની પણ માંગ છે છતાં પણ મને અન્યા કરવામાં આવે છે.
આ પણ વાંચો:- ધુળેટીના તહેવાર પર પ્રતિબંધથી વડોદરાના બજાર સુમસાન, દેવામાં ડૂબેલા વેપારીઓએ કરી આ માંગ
ત્યારે હવે હું સરકારને સ્પષ્ટ શબ્દોમાં કહું છું કે, સરકાર પાદરાના બે પ્રાણ પ્રશ્નોને મંજૂરી આપી બનાવી દેશે તો હું અને CM મને જણાવશે તો હસતા મોઢે રાજીનામું આપી દઈશ તેમ જણાવ્યું હતું. આ બાબતે તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, સાવલીમાં 308 કરોડના વિયર મંજૂર થયા છે તો પાદરાના 20 વર્ષથી લોકોની માંગ અને પ્રાણ પ્રશ્નો કેમ સરકાર ગણકારતી નથી. તેમ કહીં નારાજગી દર્શાવી હતી અને આ બાબતે ફરી વિચારણા કરવાની કરી માંગ હતી.
આ પણ વાંચો:- મોરવા હડફની પેટાચૂંટણીમાં ત્રિકોણીય જંગના એંધાણ, ભાજપના 300 કાર્યકર્તા AAP માં જોડાયા
જો સરકાર આ બાબતે વિચારે તો સાવલીમાં 80 ગામોને લાભ મળે. જ્યારે પાદરામાં આડ બંધ બને તો 150થી વધુ ગામોને લાભ મળી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આજ કામોની વિધાનસભાની ચૂંટણી દરમિયાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી. છતાં પણ પાદરામાં કોંગ્રેસના ધારાસભ્યો હોવાના કારણે સરકાર પાદરા સાથે સતત અન્યાય કરતી હોવાના આક્ષેપ સાથે નારાજગી વ્યક્ત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube