હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરા પાલિકામાંથી વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસનું અસ્તિત્વ ભૂંસાઈ ગયું છે. વડોદરા મહાનગરપાલિકામાં વિરોધ પક્ષ તરીકે કોર્પોરેશનમાં કોંગ્રેસને માન્યતા નહિ આપવા નિર્ણય કરાયો છે. બહુમતીથી દરખાસ્ત મંજૂર થતાં કોર્પોરેશનમાં વિપક્ષ માટે કોઈ નેતા પદ નહિ હોય. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઈ, જેમાં વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં 76માંથી માત્ર 7 બેઠકો જ કોંગ્રેસને મળી હતી. જેથી કોંગ્રેસ વડોદરા મહાનગરપાલિકમાં વિપક્ષ તરીકેનું પદ ગુમાવ્યું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં કોંગ્રેસને વિપક્ષ તરીકે કોઈ પણ જાતની સુવિધા ન મળે તે માટેનો તખ્તો ભાજપ શાસકો દ્વારા ગોઠવાઈ રહ્યો છે. કારણ કે, પાલિકામાં કોંગ્રેસના 76 માંથી માત્ર 7 બેઠકો જ મળી છે. તેથી કોંગ્રેસને કોઈ પ્રકારની સુવિધા ન આપવાની દરખાસ્ત ઉઠી છે. સાથે જ બજેટ સત્રમાં બહુમતીના જોરે આ નિયમ લાગુ કરવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. 


લવ-જેહાદ બિલ રજૂ કરતા ગૃહરાજ્યમંત્રી બોલ્યા, ‘મારી જિંદગીનું મોટામાં મોટું કામ થયું હોવાનું મને આજે લાગ્યું’


ભાજપનો આ નિર્ણય લાગુ થાય તો સવાલ એ છે કે, શું વડોદરામાં વિરોધ પક્ષ નહિ હોય. ભાજપનું કહેવું છે કે, સેકન્ડ લાર્જેસ્ટ પક્ષ કે જેના વિજેતા ઉમેદવારોની સંખ્યા કુલ બેઠકોની સંખ્યા ના 10 ટકાથી વધુ અને હાલની સંખ્યાના અનુપાતમાં ઓછામાં ઓછી 8 બેઠક હોય તે પક્ષ અને વિપક્ષ તરીકે માન્યતા અપાશે અને તે પક્ષના નેતાને વિપક્ષના નેતા તરીકે ઘણી સુવિધા સવલતો અપાશે. કોંગ્રેસ પાસે હાલમાં માત્ર 7 બેઠકો જ છે અને ભૂતકાળમાં પણ આવી સાત બેઠક હતી ત્યારે પણ વિરોધ પક્ષના નેતાનો દરજ્જો અપાયો હતો.


અતુલ બેકરી હિટ એન્ડ રન : સગપણ નક્કી થવાનું હતું એ જ દિવસે અતુલ વેંકરીયાની કારથી દીકરી કચડાઈ


ભાજપના દરખાસ્ત પર કોંગ્રેસનો વિરોધ 
ત્યારે આ મુદ્દે વિરોધ કરતા કોંગ્રેસે કહ્યું કે, બીપીએમસી એક્ટમાં આવી કોઈ જોગવાઈ નથી અને પાલિકાનું અસ્તિત્વ આવ્યું છે ત્યારથી વિરોધ પક્ષના નેતાનો હોદ્દો ફાળવાયો છે. ભૂતકાળમાં ભાજપને માત્ર 2 બેઠક હતી ત્યારે પણ વિપક્ષના નેતાનો હોદ્દો કોંગ્રેસના શાસન કર્તાઓએ ભાજપને આપ્યો હતો. તેથી આ પ્રણાલીને ભંગ કરી કાયદામાં 10% ની જોગવાઈ નથી ત્યારે વિપક્ષ નેતાનો હોદ્દો ચાલુ રાખવો જોઈએ.