ગુજરાતના આ શહેરમાં હવે શ્વાન પાળવા પર લોકોને ભરવો પડશે ટેક્સ
Dog Tax In Vadoara Palika : ગુજરાતમાં સૌ પ્રથમ વખત વડોદરા કોર્પોરેશન ઉઘરાવશે પાલતું શ્વાન પર વેરો...... શ્વાન દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો લેવાનું આયોજન.... 30 હજાર શ્વાનથી 1 કરોડનો વેરો મળવાની આશા...
Dog Tax In Vadoara Palika રવિ અગ્રવાલ/વડોદરા : ગુજરાતમાં પહેલીવાર કોઈ કોર્પોરેશન પાલતુ શ્વાનનો વેરો ઉઘરાવશે તેવો ઘાટ સર્જાવા જઈ રહ્યો છે. વડોદરામાં હવે શ્વાન પાળતા લોકોએ વેરો ભરવો પડશે. શ્વાન દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો લેવાનું આયોજન વડોદરા મહાનગરપાલિકાએ બનાવ્યું છે. શહેરમાં 5 ટકા ઘરોમાં પાલતુ શ્વાન હોવાનો પાલિકાને અંદાજ છે. જેના થકી અંદાજે 30 હજાર શ્વાનના 1 કરોડની વેરાની આવકનો અંદાજ પાલિકાને છે.
આમ, ગુજરાતમાં પહેલીવાર વડોદરા કોર્પોરેશન પાલતુ કૂતરાનો વેરો ઉઘરાવશે. કૂતરા દીઠ ત્રણ વર્ષનો 1 હજાર રૂપિયા વેરો લેવાનું આયોજન ચાલી રહ્યું છે. શહેરમાં 5 ટકા ઘરોમાં પાલતુ કૂતરા હોવાનો પાલિકાને અંદાજ છે. અંદાજે 30 હજાર કૂતરાનો 1 કરોડની વેરાની આવકનો અંદાજ વડોદરા પાલિકાએ માંડ્યો છે. શહેરની વિવિધ કલબોમાં 25000 કૂતરા નોંધાયેલા છે.
દરેક શ્વાન દીઠ 3વર્ષનો રૂ.1000 વેરો વસૂલ કરાશે
શહેરની વિવિધ કલબોમાં 25000 શ્વાન નોંધાયેલા છે
બીજા મિક્સબ્રિડ 25,000થી વધુ હોવાની શક્યતા
ગુજરાતની મોટાભાગની પાલિકાઓ અને નગરપાલિકાઓ દેવાળિયું ફૂંકી રહી છે. આવામાં મહાનગરપાલિકાઓ તિકડમ કરીને લોકો પર વેરા વધારી રહી છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકા ગુજરાતના પહેલીવાર પાળતુ શ્વાન પર ટેક્સ લગાવવા જઈ રહી છે. આ માટે વડોદરા મહાનગરપાલિકાએ પ્લાન તૈયાર કર્યો છે. વડોદરામાં યુનાઇટેડ કેનલ ક્લબ અને કેસીઆઇ ક્લબોમાં 25 હજાર જેટલા ડોગ્સ નોંધાયેલા છે. ત્યારે આ તમામ ડોગ્સ પર તેમના માલિકો પાસેથી ટેક્સ વસૂલાશે. જોકે, આ પ્લાન કાગળ પરથી હકીકતમાં કેવી રીતે અમલમાં તેની હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામા આવી નથી.
બીજી તરફ એમ પણ ચર્ચા છે કે, વડોદરા મહાનગરપાલિકા કૂતરાના ખસીકરણ કાર્યક્રમમાં નિષ્ફળ નીવડી છે. વડોદરામાં દરરોજ 25 લોકોને રખડતા કૂતરા બચકા ભરતા લોહીલુહાણ થાય છે. કરોડોનો ખર્ચ ખસીકરણમાં થયો છે, જેમાં પાલિકા ફ્લોપ છે. પણ શ્વાન વેરા જેવા કર નાંખવામાં જ રસ છે. અત્યાર સુધી કોઈ શહેરમાં આ રીતે વેરા વસૂલવામાં આવ્યા નથી.
શ્વાન માલિક અર્નબ દેસાઈએ આ વિશે જણાવ્યું કે, કોર્પોરેશને ઐતહાસિક નિર્ણય કર્યો, શ્વાન માલિક વેરો ભરવા તૈયાર છે. શ્વાન માલિકની કોર્પોરેશન પાસે માંગ છે. શહેરના 4 ઝોનમાં શ્વાન માટે કોર્પોરેશન હોસ્પિટલ બનાવે છે. શ્વાનના વેરાથી થતી આવકને રખડતાં શ્વાન માટે વાપરવું જોઈએ.