• બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી

  • જે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળ પરથી નાની બારીમાંથી છલાંગ લગાવીને આપઘાત કર્યો


હાર્દિક દિક્ષીત/વડોદરા :વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ હોસ્પિટલના ત્રીજા માળેથી કૂદીને આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. હજી સુધી દર્દીની આત્મહત્યાનું કારણ અકબંધ છે. જોકે, બે દિવસથી દર્દી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : પીએમ મોદીના સપનાનું છે આ શહેર, જેને યુરોપ જેવુ બનાવવા લેવાયો મોટો નિર્ણય


છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના કછાટા ગામના રતનભાઇ તડવીને બોડેલીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ વધુ સારવાર અર્થે ત્યાંથી વડોદરા શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી પીડાતા હતા. બે દિવસથી તેમના સગાને ફોન પર જણાવતા હતા કે, મને રજા આપી દો, પણ તબીબોએ રજા આપી ન હતી. આ દરમિયાન આજે સ્ટર્લિંગ હોસ્પિટલના ત્રીજા માળ પરથી નાની બારીમાંથી છલાંગ લગાવીને આપઘાત કર્યો હતો. 


આ પણ વાંચો : પેટની ચિંતા મજૂરોને પાછી ગુજરાત લઈ આવી, બિહાર-ઝારખંડથી આવતી ટ્રેનોમાં ભીડ વધી


ઘટનાની જાણ થતાં જ ગોત્રી પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. ગોત્રી પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી હતી.


મૃતક રતનભાઇ તડવી GEB માં નોકરી કરતા હતા. તેઓને સ્ટર્લિંગ હોસ્પિટલમાં 8 દિવસથી દાખલ કરવામાં આવ્યા હતા. આજે વહેલી સવારે આઇસીયુના ત્રીજા માળ પરથી નીચે પટકાયા હતા. જોકે, નાનકડી બારીમાંથી નીચે કૂદીને કેવી રીતે આપઘાત કરી શકે તેવા સવાલો ઉઠાવ્યા હતા.