રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) ના સૌથી સુંદર ગણાતા અકોટા દાંડિયાબજાર બ્રિજ પર અકસ્માત સર્જાયો છે. એક્ટિવા સવાર યુવતીને એક કાર ચાલકે અડફેટે (Accident) લેતાં તેનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે. 24 વર્ષીય યુવતી પોતાના ફિયાન્સીને મળીને પરત ફરી રહી હતી ત્યારે કારે તેને અડફેટે લીધી હતી. જોકે, ગણતરીના કલાકોમાં પોલીસે આરોપી કારચાલક મિત્તલ પટેલની ધરપકડ કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે, તેની બહેન નમ્રતા સોલંકી (ઉંમર વર્ષ 24) ની તાજેતરમાં જ સગાઈ થઈ હતી. તે ગઈકાલે સાંજે 6.30 વાગ્યાની આસપાસ કરમસદથી આવેલા પોતાના ફિયાન્સ દિવ્યાંગ દરજીને મળવા અકોટ બ્રિજ પાસે ગઈ હતી. તેમને મળીને તે પોતાની એક્ટિવા પર પરત ફરી રહી હતી ત્યારે GJ06 EQ 2008 નંબરની આઈ-20 કારના ચાલકે તેને અટફેડે લીધી હતી. આ કાર ફુલસ્પીડમાં આવી રહી હતી, જેને મારી બહેનની ગાડીને ટક્કર મારી હતી. આ સાથે જ મારી બહેન નીચે પડી હતી, અને તેના માથા પર ગંભીર ઈજાઓ આવી હતી. 


આ પણ વાંચો : ગુજરાતના નવા મુખ્યમંત્રી બનાવવાની રેસમાં નવુ નામ આવ્યું, ભાજપના એક કાર્યક્રમમાં દિગ્ગજ નેતાનું નામ લેવાયું  


એસએસજી હોસ્પિટલમાં ખસેડાતા નમ્રતાને મૃત જાહેર કરાઈ હતી. સમગ્ર ઘટના મામલે યુવતીના ભાઈએ રાવપુરા પોલીસ સ્ટેશનમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે આરોપી કારચાલક મિત્તલ પટેલની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી. 


નમ્રતા સોલંકીના મોત બાદ પરિવાર પર આભ તૂટી પડ્યુ હતું. થોડા મહિનામાં તેના લગ્ન લેવાના હતા. તેના પિતા એક સોલાર પેનાલ કંપનીમા નોકરી કરે છે. તો ભાઈ વીડિયો-ફોટોગ્રાફીનું કામ કરે છે. પરિવારમાં નમ્રતા મોટી હતી, જેથી દીકરીના મોત બાદ પરિવાર ભાંગી પડ્યો હતો.