વડોદરા : સાવલી પોલીસ દ્વારા ખાખરીયા ગામ નજીકથી બાતમીના આધારે 12.43 લાખ રૂપિયાનાં દારૂના જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. આ મુદ્દે પોલીસ દ્વારા 19 લાખ રૂપિયા જેટલો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે. સાવલી પોલીસ દ્વારા ખાખરીયા ગામમાં પહેલાથી મળેલી બાતમીનાં આધારે વોચ ગોઠવવામાં આવી હતી. જેમાં શંકાસ્પદ આઇસર ટેમ્પો પસાર થઇ રહ્યો હતો. જેમાં મોટા પ્રમાણમાં દારૂ હોવાની બાતમી હતી. જેથી પોલીસ દ્વારા ટેમ્પો અટકાવવામાં આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજકેટની 31મી માર્ચે, સવાલાથી વધારે વિદ્યાર્થીઓ આપશે પરીક્ષામાં બેસશે
બુધવારે સાંજે ગોઠવેલી વોચમાં પંચમહાલ તરફતી આવી રહેલા મહારાષ્ટ્ર પાસિંગા આઇસર ટેમ્પોને અટકાવ્યોહ તો. જેમાં 12, 43,000 રૂપિયાની કિંમતનો દારૂ ઝડપાયો છે. કુલ 4872 નંગ દારૂની બોટલ ઝડપાઇ છે. આરોપી પ્રેમસિંગ ફૂલસિંગ સિસોદીયા (મુળ રાજસ્થાન) અને ઇશ્વરસિંગ માલસિંગ રાજપુત (મુળ રાજસ્થાન)ની ધપકડ કરી છે. વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને ક્યાં પહોંચાડવામાં આવવાનો છે તે અંગે પોલીસ દ્વારા તપાસ ચાલુ કરવામાં આવી છે. 


અમદાવાદ: ક્રૂર બાઇક સવારે યુવતીને 20 ફૂટ ઘસડી, સામે પણ જોયા વગર ફરાર
અત્રે ઉલ્લેખનીય છે કે, કથિત દારૂબંધી વચ્ચે પોલીસ દ્વારા દરોડા પાડીને મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવી રહ્યો છે. સાવલી પોલીસ દ્વારા અગાઉ ગાડીમાંથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે એક આરોપીની અટકાયત કરી હતી. ત્યારે ફરી એકવાર દારૂ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ વડોદરાનાં ક્રાઇમબ્રાંચના એક કોન્સ્ટેબલ અને બુટલેગર વચ્ચેની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેના પરથી પોલીસ અને બુટલેગરોની સાંઠગાઠ સ્પષ્ટ થાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube