હાર્દિક દિક્ષીત/વડોદરા: જો તમે આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છો અને લોન લેવાનો વિચાર કરી રહ્યા છો તો સાવધાન થઈ જજો કારણ કે વડોદરા પોલીસે લોન અપાવવાના બહાને છેતરપિંડી આચરવાનું મસમોટું કોભાંડ ઝડપી પાડ્યું છે.સમગ્ર કોભાંડમાં નકલી પોલીસ અને નકલી બેંક મેનેજર કેવીરીતે ફસાવતા ગ્રાહકો ને જોઈએ આ ખાસ રિપોર્ટમાં..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જ્યારે કોઈ નાગરિક પોતે આર્થિક સંકડામણ અનુભવે ત્યારે બસ તેને એક જ વિકલ્પ દેખાય એ છે "લોન" આમ તો લોન લેવી એ કોઈ ખાવાના ખેલ નથી. વિકટ સ્થિતિ માં મુકાયેલા નાગરિકો લોન મેળવવા માટે જાતજાતના શોર્ટકટ અપનાવતા હોય છે ત્યારે મહારાષ્ટ્ર ના એક વેપારી ને સોશિયલ મીડિયા પર જાહેરાત જોયા બાદ લોન માટે અરજી કરવું ભારે પડ્યું છે. 


મૂળ મહારાષ્ટ્ર ના પુણે ના વતની પ્રશાંત અનાવરે ને પાણી નો પ્લાન્ટ શરૂ કરવા માટે રૂપિયા બાર કરોડ ની જરૂરિયાત હતી.જેથી તેમને વિવિધ માધ્યમો માં લોન માટે પૂછપરછ કરી હતી.કોઈ જગ્યા એ થી આટલી મોટી રકમ લોન પેટે નહિ મળતાં આખરે તેમણે પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની પાસેથી લોન લેવાનું નક્કી કર્યું હતું.સોશિયલ મીડિયા પર લોન માટેની લોભામણી જાહેરાત જોયા બાદ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની નો સંપર્ક કર્યો હતો,જ્યાં ભેજાબાજો દ્વારા 12 કરોડ ની લોન સામે 20 લાખ પ્રોસેસિંગ ફી પેટે ચૂકવવા પડશે જણાવી વ્યાપારી ને લાખો રૂપિયા નો ચૂનો ચોપડયો હતો


છેતરપિંડી નો ભોગ બનેલા મહારાષ્ટ્ર ના વ્યાપારી એ સયાજીગંજ પોલીસ સ્ટેશન માં પોતાની ફરિયાદ નોંધાવતા જણાવ્યું છે કે તેમના દ્વારા સોશિયલ મીડિયા ના મધ્ય થી લોન માટે અરજી કરાતા કેટલાક ઈસમો દ્વારા પુણે હાઇવે ખાતે બે ત્રણ વખત મિટિંગ ગોઠવવા માં આવી હતી ત્યાર બાદ ફાઇનાન્સ મેનેજર ને મળવા માટે વડોદરા જવું પડશે નું જણાવવામાં આવ્યું હતું જેથી વડોદરા ખાતે ની એક વૈભવી હોટલ માં મેનેજર સાથે મીટીંગ નું આયોજન કરી લોન ના એક કરોડ રોકડા આપવાનું જણાવાયું હતું.


ભેજાબાજો દ્વારા વેપારી ને એક કોથળા માં રૂપિયા હોવાનું જણાવી તેની પાસેથી ફી પેટે 20 લાખની માંગણી કરવામાં આવી હતી.વ્યાપારી પાસેથી રોકડ લીધા બાદ ભેજાબાજો દ્વારા તેને શહેરના ભુતડીઝાપા વિસ્તારમાં આવેલી ઓફિસ માં મોકલવામાં આવ્યો હતો,જ્યાં પ્લાનિંગ મુજબ બે ઈસમો હાજર હતા તેમને પોતે પોલીસ હોવાનું જણાવી વ્યાપારી ને ધમકાવી ત્યાંથી તગેડી મૂક્યો હતો.અને ત્યાર બાદ આ તમામ ઈસમો રોકડ 20 લાખ લઈને ફરાર થઈ ગયા હતા. 


ભોગ બનનાર વ્યાપારી એ ત્વરિત ઘટના ની જાણ સ્થાનિક પોલીસ ને કરતા સયાજીગંજ પોલીસ દ્વારા મહારાષ્ટ્ર તરફ ના રૂટ પર તાત્કાલિક નાકાબંધી કરવામાં આવી હતી,ત્યાર બાદ નવસારી પોલીસ ની મદદ થી કુલ છ જેટલા ભેજાબાજો ને ફિલ્મી ઢબે જડપી પાડયા હતા.કોભાંડીઓ દ્વારા બોગસ સંસ્થા ખોલી લોન કોભાંડ ચલાવાતું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ માં સામે આવ્યું છે તો સાથે જ મુખ્ય કૌભાંડી રોહિત જાધવ તેના મળતીયાઓ સાથે મળી જરૂરિયાતમંદ નાગરિકો ને પોતાનો શિકાર બનાવતો હોવાનો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે.


સયાજીગંજ પોલીસ દ્વારા કોભાંડ માં સામેલ છ આરોપીઓ ને ઝડપી 15 લાખ રોકડા,મહત્વના દસ્તાવેજ,એક કાર,મોબાઈલ સહિત કુલ 30 લાખ 60 હજાર નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ ના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે,તો સાથે જ ફરાર થઈ ગયેલા નકલી બેંક મેનેજર સહિત પાંચ લોકો ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.


પોલીસે ઝડપેલા આરોપીઓ અંગે વાત કરવામાં આવે તો


  • આરોપી 1 - રોહિત ભીમરાવ જાધવ,મુખ્ય આરોપી

  • આરોપી 2 - દીપક ગુલાબરાય જયસ્વાણી

  • આરોપી 3 - અમર ગુલાબરાય જયસ્વાણી

  • આરોપી 4 - યશ હેમરાજ રાવલ

  • આરોપી 5 - નિર્ભય સિંહ કેવલસિંહ હુંજન

  • ઉપરોક્ત તમામ રહે મહારાષ્ટ્રના છે.

  • આરોપી 6 - વિક્રમ વિજય પવાર,વડોદરા નકલી પોલીસ


ફરાર આરોપી


  • અજીત જોષી નકલી ફાઇનાન્સ મેનેજર, પ્રકાશ ઠાકોર અને જય સંતોષ સહિત અન્ય બે ઈસમ.


પોલીસે કબ્જે કરેલા મુદ્દામાલ અંગે વાત કરવામાં આવે તો પંદર લાખ રૂપિયા રોકડ, મોબાઈલ ફોન 20 નંગ, એક કાર,  મુદ્દામાલની કુલ કિંમત 30 લાખ 60 હજાર.