મિતેશ માળી/વડોદરા : પાદરામાં પોલીસે પિતા-પુત્રને ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ સાથે પરિવારો પોતાના સંબંધીઓને લઈને પાદરા પોલીસ ખાતે ન્યાયની માંગ કરવા પહોંચ્યા હતા. પાદરામાં રણુના એક પરિવાર આજે ન્યાય મેળવવા માટે પાદરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. જે અંગે મળતી વિગતો અનુસાર પાદરામાં આવેલી એક ખાનગી કંપનીમાં મોટરની ચોરી થઈ હતી. જેમાં સિક્યુરિટીની ફરજ બજાવતા એક યુવકને શંકાસ્પદ પૂછપરછ કરવા માટે પોલીસ લાવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે પોલીસે પૂછપરછ જ દરમિયાન ઢોરમાર માર્યો હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. જો કે યુવકને ઢોર માર માર્યાના ચિન્હ ખૂબ જ ગંભીર દેખાઈ આવે છે. જેઓએ ઢોર માર માર્યા બાદ તેના પુત્રને પણ ઢોર માર માર્યો હોવાના આક્ષેપ કર્યા છે. સાથે તેની પત્નીને પોલીસે ધક્કો માર્યો હોવાના પણ આક્ષેપ પત્નીએ કર્યા છે. તમામ ઘટના બાદ પરિવારજનોએ પિતા-પુત્રને તાત્કાલિક ધોરણે વડોદરાની એસ.એસ.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


આજે ભોગ બનનાર પિતા પુત્ર અને તેના સંબંધી પરિવારજનો સાથે પાદરા પોલીસ મથકના થાણા અમલદારને રજૂઆતો કરવા આવ્યા હતા. આ ઉપરાંત તેઓને યોગ્ય ન્યાય મળે તેની માંગ કરી હતી. પરિવારે આક્ષેપ કર્યા છે કે, અમને પૂછપરછ કરવાના બહાને બોલાવી પાદરા પોલીસના ત્રણ જેટલા લોકોએ ઢોર માર માર્યો હતો. બનતી ઘટનાઓને ડિટેકશન કરવામાં નિષ્ફળ ગયેલી અને ગુનાખોરી ડામવામાં પણ નિષ્ફળ ગયેલી પાદરા પોલીસ સામે ગંભીર આક્ષેપો થતાં ભારે ચકચાર મચી છે ત્યારે પાદરામાં પોલીસ જ રક્ષકની જગ્યાએ ભક્ષક બની હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube