રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં સગીરા સાથેના દુષ્કર્મનો ભેદ નવ દિવસ બાદ પણ હજી સુધી ઉકેલાયો નથી. ત્યારે વડોદરા પોલીસે રાજસ્થાનથી બે લોકોની અટકાયત કરી હોવાનું સામે આવ્યું છે. ગુજરાત એટીએસની ટીમ પણ તપાસમાં જોડાઈ છે. હાલ વડોદરા પોલીસ દ્વારા બંને શકમંદોની આકરી પૂછપરછ ચાલી રહી છે, ત્યારે દુષ્કર્મનો ભેદ જલ્દી જ ઉકેલાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભાવનગર : ઠસોઠસ બસમાંથી નીચે ફેંકાઈ માસુમ તુલસી, ઘડીના છઠ્ઠા ભાગમાં નિપજ્યું મોત 


વડોદરામાં સગીરા સાથે દુષ્કર્મનો મામલામાં નવમા દિવસે પણ દુષ્કર્મના આરોપીઓ ફરાર છે. આરોપીઓને ઓળખવા પોલીસે કલેક્ટર પાસે 5 વિધાનસભાની ફોટાવાડી મતદાન યાદી મંગાવી હતી. વડોદરા પોલીસે ફોટાવાળી મતદાન યાદીથી આરોપીઓને શોધવાનો પ્રયાસ કર્યો હતો. તો ગઈકાલે 10 શંકસ્પદોના સયાજી હોસ્પિટલમાં ડીએનએ ટેસ્ટ અને બ્લડ સેમ્પલ લેવાયા હતા. પોલીસે જારી કરેલા સ્કેચ જેવા દેખાતા 1000 જેટલા લોકોની પૂછપરછ કરાઈ હતી. તો, ગઈકાલે દુષ્કર્મ પીડિત સગીરાને વડોદરા ડિસ્ટ્રીક્ટ કોર્ટ દ્વારા 7 લાખની સહાય ચૂકવવામાં આવી હતી. ડિસ્ટ્રીક્ટ કોર્ટ અને સરકારની કમિટીએ આ સહાય ચૂકવી હતી. 


દુષ્કર્મની ઘટનાઓથી સમસમી શનિવારની સવાર, ગુજરાતના 3 શહેરોમાં બળાત્કારના કિસ્સા


ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ પીડિતાના પરિવારની મુલાકાત લીધી હતી. પીડિતાના પરિવારની મુલાકાત કર્યા બાદ ગૃહરાજ્ય મંત્રીએ જ્યાં દુષ્કર્મ થયું હતું, તે નવલખી મેદાનમાં ઘટના સ્થળે પહોંચ્યા જ્યાં ગૃહમંત્રીએ નવલખી મેદાનના ઝાડી-ઝાંખરા વાડી અવાવરું જગ્યામાં જઈને નિરીક્ષણ કર્યું હતું, અને મેયરને રાજ્ય સરકાર પાસેથી અવાવરું જગ્યામાં સીસીટીવી કેમેરા લગાવવા માટે ફંડ માંગવા સૂચન કર્યું હતું. 


બિનસચિવાલય પરીક્ષા આંદોલન : ગાયબ થઈ ગયા નેતાઓ, ગણ્યાગાંઠ્યા વિદ્યાર્થીઓ બચ્યા છે 


વડોદરામાં આજે દુષ્કર્મની બીજી ઘટના બની
વડોદરામાં સગીરાના દુષ્કર્મની શાહી સૂકાઈ નથી, ત્યાં વાઘોડિયાના ગુગલીયાપુરા ગામે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ઘટનામાં સગીરાનું અપહરણ કરી યુવકે તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારે વડોદરા પોલીસે આ ઘટનામાં UP થી આરોપીની ધરપકડ કરી છે. તો સાથે જ આરોપીનું હાથ મેડિકલ ચેકઅપ પણ હાથ ધરાયું છે. પોલીસે અપહરણ દુષ્કર્મ અને પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube