રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરાના નેશનલ હાઈવે 8 નજીક બે વ્યક્તિઓ હથિયાર સાથે દેખાયા હોવાની માહિતી વડોદરા પોલીસને મળતા પોલીસમાં દોડધામ મચી ગઈ છે. એક યુવકે માહિતી આપતા પોલીસે સમગ્ર નેશનલ હાઈવેની તપાસ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં પ્રકાશ જાની નામના એક વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી કે, બે હથિયારધારી શખ્સો તેને દેખાયા છે. આજે સવારે પ્રકાશ જાની નામના 25 વર્ષના યુવાને બે શખ્સો પઠાણી ડ્રેસ પહેરેલા અને બેગમાં હથિયાર રાખેલા હોવાની માહિતી પોલીસને આપી હતી. નેશનલ હાઈવે પાસે મકરપુરા એરફોર્સ, જવાનોના રહેણાંક વિસ્તાર આવેલા હોવાથી તે સેન્સિટીવ વિસ્તાર તરીકે ઓળખાય છે. જેના આધારે વડોદરા પોલીસે સમગ્ર શહેરમાં એલર્ટ આપ્યું હતું. 


સુપરહોટ મોડલ જેવા લાગતા આ મેનેજરે 1 કરોડના હીરાની કરી ચોરી, સુરતની ઘટના


પોલીસે સઘન ચેકિંગ કર્યું
યુવક પાસેથી મળેલી માહિતી અનુસાર પોલીસે જામ્બુવાથી તરસાલી પાસે જતાં હાઈવે પાસેના ખેતરમાં પહોંચી તપાસ શરૂ કરી છે. બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમોએ તપાસ હાથ ધરી છે. તેમજ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ, પીસીબી અને એસઓજી પોલીસ પણ આ માહિતીથી દોડતી થઈ ગઈ છે. વડોદરાના તમામ ચેકપોસ્ટ પર ચેકિંગ હાથ ધરાયું છે. તેમજ વડોદરાના હાઈવે આસપાસના ઢાબા અને હોટલોમાં જઈ ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસ નજીકના સીસીટીવી કેમેરા પણ ચકાસવામાં આવી રહ્યાં છે. તેમજ પોલીસે તપાસ માટે ડોગ સ્કવોડ ટીમને પણ દોડાવી હતી.


માર્કેટમાં કેરીઓના ભાવ આસમાને છે, તો કેરીનો રસ કેમ સસ્તામાં વેચાય છે?


પોલીસે સમગ્ર શહેરમાં તપાસ કર્યા બાદ કોઈ શકંમદ વસ્તુ કે શકંમદ ઈસમ ન મળતા હાશકારો અનુભવ્યો હતો. પોલીસને માહિતી આપનાર પ્રકાશ જાનીને પોલીસે પકડીને સઘન પૂછપરછ કરી હતી. ત્યારે યુવાનના પિતાએ પોલીસને કહ્યું કે, યુવાન પર દેવું થઈ ગયું છે જેના કારણે તેણે ખોટી માહિતી આપી હોઈ શકે છે.