• બનાવના પગલે શહેર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો

  • માસ્ક મુદ્દે હવે પ્રજા જાગૃત થઈને પોલીસને કાયદાનું ભાન કરાવી રહી છે


હાર્દિક દિક્ષીત/વડોદરા :પોલીસ દ્વારા માસ્ક વગર ફરતા લોકો પાસેથી દંડ વસૂલવામાં આવે છે. ત્યારે હવે નાગરિકો પણ જાગૃત બન્યા છે. જાગૃત નાગરિકો પણ પોલીસનો ઉઘડો લેતા થયા છે. જ્યાં પોલીસ કર્મચારીઓ નિયમોનો ભંગ કરતા દેખાય ત્યાં વીડિયો બનાવીને વાયરલ (viral video) કરે છે. વડોદરાના આવા જ એક જાગૃત નાગરિકે એક પોલીસ કર્મચારીની પોલ ખોલી છે. માસ્ક (mask) વગર ચાલુ ગાડીએ ફોન પર વાત કરતા તથા નંબર પ્લેટ વગરની ગાડી ચલાવતા પોલીસ કર્મચારીનો એક જાગૃત નાગરિકે વીડિયો બનાવીને વાયરલ કર્યો હતો. આ વીડિયો વાયરલ થયા જ તાત્કાલિક પોલીસ કમિશનર (gujarat police) દ્વારા નિયમોનો ભંગ કરનાર પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : ગુજરાતમાં લોકરક્ષક જવાનોની ભરતીને લઈને ગૃહરાજ્ય મંત્રીની મોટી જાહેરાત 


એક સાથે ત્રણ નિયમોને ભંગ કરતો પોલીસ કર્મચારી
પ્રાપ્ત માહિતી અનુસાર, માસ્ક મુદ્દે હવે પ્રજા જાગૃત થઈને પોલીસને કાયદાનું ભાન કરાવી રહી છે. વડોદરામાં માસ્ક વગર બાઈક પર નીકળેલાં એક પોલીસકર્મીને યુવાનોએ રોક્યો હતો. આ પોલીસ કર્મચારીએ માત્ર કોરોના જ નહિ, પણ ટ્રાફિકના નિયમોને પણ નેવે મૂક્યા હતા. આ પોલીસ કર્મચારીએ માસ્ક પહેર્યું ન હતું. તો સાથે જ તેઓ ચાલુ વાહને ફોન પર વાત કરી રહ્યા હતા. તો સાથે જ તેઓ જે વાહન ચલાવી રહ્યા હતા, તેની નંબર પ્લેટ ન હતી. આમ, નિયમોને નેવે મૂકીને પોલીસ કર્મચારી રસ્તા પર નીકળી પડ્યાહતા. આથી જાગૃત યુવકોએ માસ્ક વગર ચાલુ ગાડીએ વાત કરતા જવાનનો ઉધડો લીધો હતો. જાગૃત યુવાનોએ પોલીસકર્મીને દંડ ભરવાં ફરજ પાડી હતી. તો સાથે જ માસ્ક વિના નીકળેલાં પોલીસકર્મીનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ મૂક્યો હતો. જોકે, વીડિયોમાં પોલીસ કર્મચારી યુવકોને વીડિયો બનાવતા રોકતા પણ દેખાઈ રહ્યાં છે. 


આ પણ વાંચો : નિયમો તોડીને ગરબે ઘૂમ્યા પોલીસ જવાનો, જુનાગઢ દીક્ષાંત સમારોહમાં પોલીસ જ કાયદો ભૂલી  


વીડિયો સામે આવતા સસ્પેન્ડ કરાયા 
જોતજાતમાં આ વીડિયો વાયરલ થયો હતો. ત્યારે આ પોલીસ કર્મચારીનું નામ રમેશભાઈ હોવાનું ખૂલ્યું છે. તે વડોદરા કન્ટ્રોલ રૂમમાં ફરજ બજાવે છે. સોશિયલ મીડિયામા વીડિયો વાયરલ થતા પોલીસ કમિશ્નરે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસ કર્મચારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામા આવ્યા છે. જોકે, બનાવના પગલે શહેર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો હતો.


આ પણ વાંચો : કમુરતા ઉતરતા જ પીએમ મોદી ગુજરાતીઓને આપશે 4 મોટી ભેટ