વડોદરામાં દારૂની મહેફિલ માણતા નબીરા ઝડપાયા, ભાજપના અગ્રણીના સબંધીનો પુત્ર પણ પકડાતા નેતાઓ દોડતા થયા

police raid on liquor party : સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર દારૂની મહેફિલ માણતા નબીરાઓ પકડાયા... દારૂની મહેફિલમાં ત્રણ યુવતીઓ પણ સામેલ
Vadodara News : વડોદરામાંથી વધુ એક દારૂની મહેફિલ ઝડપાઈ છે. અભી તો પાર્ટી શુરૂ હુઈ હૈ ગીત પર દારૂ ઢિચી ઠુમકા મારતાં ખાનદાની નબીરા ઝડપાયા છે. અકોટા અતિથિ ગૃહ પાસે ગામઠી બંગલોમાં બારસની રાતે દારૂની મેહફિલ જામી હતી. ફૂલ વોલ્યુમ પર હિન્દી ગીત પર નબીરાઓ ઠુમકા મારી રહ્યા હતા તે જ સમયે પોલીસ ત્રાટકી હતી. દારૂની મહેફિલમાં ત્રણ યુવતીઓ પણ સામેલ છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, ભાજપના અગ્રણીના સબંધીનો પુત્ર પણ મેહફિલમાં સામેલ હતો, તેથી કેટલાક રાજકીય આગેવાનોના ગોત્રી પોલીસ સ્ટેશને આંટાફેરા શરુ થયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના અકોટા અતિથિ ગૃહ પાસે ગામઠી બંગલોમા દારૂની મહેફિલ ચાલતી હતી. બર્થડે હોવાથી પાર્ટીનું આયોજન કરાયું હતું. વૈભવ નામના યુવકે પોતાના બર્થડે પાર્ટીનું આયોજન કર્યુ હતું. જેમાં દારૂ પાર્ટી ચાલતી હોવાની વડોદરા પોલીસને માહિતી મળી હતી. ગોત્રી પોલીસને જોતા જ તમામ નશેડીઓનો દારૂનો નશો ઊતરી ગયો હતો. ગોત્રી પોલીસે 20 થી વધુ ખાનદાની નબીરાઓની અટકાયત કરવામાં આવી છે. ગોત્રી પોલીસને જોઈને તમામ નશેડીઓનો ઉતરી ગયો નશો.
સરકારી ભરતી અંગે મોટા અપડેટ : ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમા ફેરફાર કરાયો
ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કરનારને હવે રાજસ્થાનમાં હરાવીશું, શું ખરેખર આ બે કોંગ્રેસી