વડોદરા :વડોદરામાં વરસાદ આફત બનીને વરસી પડ્યો હતો. 20 ઈંચ વરસાદથી સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું હતું. આવામા ગુજરાત સરકારે મદદ માટે આખી ફૌજ ઉભી કરી દીધી હતી. એનડીઆરએફની ટીમ સતત 24 કલાક ખડેપગે લોકોને રેસ્ક્યૂ કરવા માટે તૈયાર રહી છે. ત્યારે આ પૂરમાં પોલીસ વિભાગના કેટલાક ઓફિસર્સ અનસંગ હીરોઝ બનીને ઉભર્યા છે. ગુજરાત પોલીસ દ્વારા રેસ્ક્યૂની અનોખી કામગીરી કરવામાં આવી છે. વડોદરાના પોલીસના આ કર્મચારીઓ અનોખી રેસ્ક્યૂ કામગીરી કરીને લોકોમાં છવાઈ ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે ગાંધીનગરનો સ્થાપના દિન - સરકારી વેબસાઈટ હજુ ય પાટનગરને ગાંધીજીની જન્મભૂમિ માને છે!


વરસાદની આફતમાં વડોદરા પોલીસનું સિંઘમ રૂપ
હોસ્પિટલમાં ફસાયેલા 5 બાળકોને વડોદરા પોલીસે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા છે. આ પાંચ બાળકો આઈસીયુમાં એડમિટ હતા. પરંતુ વીજળી બંધ થતા ઓક્સિજન અને લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ બંધ થતા બાળકોની તબિયત બગડી હતી. જેથી વારસિયાના લોટસ હોસ્પિટલથી કારેલીબાગના કાશીબા હોસ્પિટલ સુધી તેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. પીએસઆઇ જેકે ડોડીયા અને અન્ય પોલીસ કર્મચારીઓએ જાન દાવ પર લગાવીને બાળકોને બચાવ્યા હતા. રસ્તામાં 10 કિલોમીટર સુધી આવેલી તમામ બાધાઓ પાર કરીને પોલીસની ટીમ બાળકોને બચાવવામાં સફળ નીવડી હતી. 



મરતા પશુની મદદે આવ્યા પીએસઆઈ
પાણીમાં ફસાયેલા લોકોનું સલામત જગ્યાએ સ્થળાંતર કરતી વડોદરા શહેર પોલીસ મુંગા પશુઓની મદદે પણ પહોંચી હતી. કલાલી વડસર રોડ પર પાણી ભરાતા મુંગા પશુઓની હાલત કફોડી બની હતી. ઘરોમાં પાણી ઘૂસી જતા લોકો પણ ઘર વિહોણા થયા હતા અને પ્લાસ્ટિકના ટેન્ટ બાંધી રહેવા મજબૂર બન્યા હતા. ત્યારે કલાલીથી વડસર તરફ જવાના રસ્તે ડીવાઇડર ઉપર બેશુદ્ધ હાલતમાં પડેલી ગાયને જોઇ PSIએ પોતાની કાર ઉભી કરી દીધી હતી. ગાય બેહોશ હાલતમાં હોવાથી પીએસઆઇ જાતે ડોલમાં પાણી ભરી લાવ્યાં અને ગાયને પાણી પીવડાવ્યું. થોડા સમય સુધી આસપાસના લોકોએ દ્રશ્યો જોતા ગાયને સલામત સ્થળે પહોંચાડવા પીએસઆઇ બી.એસ શેલાણા સાથે જોડાયાં.



ગઈકાલે પીએસઆઈએ બાળકીનું રેસ્ક્યૂ કર્યુ હતું
ગઈકાલે દોઢ મહિનાની બાળકીને બચાવીને રાવપુરા વિસ્તારના પીએસઆઈ જી.કે.ચાવડાએ લોકોની વાહવાહી મેળવી હતી. ગળા સુધીના પાણીમાં પીએસઆઈ બાળકીને ટબમા બેસાડીને માથે ઊંચકીને લઈ આવ્યા હતા. સમગ્ર ગુજરાતમાંથી પીએસઆઈ પર અભિનંદન વરસાવ્યા હતા.