વડોદરા : જિલ્લાની એસઓજીની ટીમે ગઇકાલે રાત્રે છોટાઉદેપુર ડભોઇ હાઇવે પરથી 78 કિલો ગાંજો ઝડપી પાડ્યો છે. ગઇકાલે રાત્રે પીકઅપમાં વિવિધ સ્થળો છુપાવેલા આ ગાંજાના પેકેટ જોઇને પોલીસ ચોંકી ઉઠી હતી. પોલીસે કુલ 78 કિલો ગાંજા સાથે 9.87 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. બનાવની વિગત એવી છે કે, જિલ્લા એસઓજીને મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો પીકઅપ વાનને અટકાવતા તેમાંથી મોટા પ્રમાણમાં ગાંઝો મળી આવ્યો હતો. પોલીસે પહેલાથી જ મળેલી બાતમીનાં આધારે મધ્યપ્રદેશ પાસિંગની બોલેરો અટકાવી હતી. જેમાંથી મોટા પ્રમાણમાં નશીલો પદાર્થ મળી આવ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Sunday Special: એક ઇલેક્ટ્રિશિયનનો પુત્ર કઈ રીતે બન્યો ભારતનો સૌથી યુવા IPS !

દરમિયાન ગઇકાલે પણસોલી ગામના બસ સ્ટેન્ડ પાસે એસઓજી ફિલ્ડીંગમાં હતી ત્યારે આ છોટા હાથી આવ્યો હતો. જેની અંદર બેઠેલા શાંતિલાલ બરડ અને નવલસીંગ નારવેની અંગજડતી લીધી હતી. ત્યાર બાદ ગાડી ચેક કરતા તેમાંથી 40 પેકેટ મળી આવ્યા હતા. એસઓજીએ બંન્નેની પુછપરછ કરતા આ ગાંજો મહારાષ્ટ્રના ધુલિયાના સાંગલી તાલુકાના મહાદેવ ઉર્ફે મનોજ નારચ પાસેથી ખરીદ્યો હોવાનું બહાર આવ્યું હતું. વિસનગર ખાતે રહેતા બાબુશાહ ફકીરને આપવાનો હતો તેવું જણાવ્યું હતું. 


વડોદરાના પાદરામાં મહિલાએ લૂંટની ફરિયાદ કરી, પોલીસ તપાસમાં ચોંકાવનારુ સત્ય સામે આવ્યું

મહારાષ્ટ્રના ધુલિયાથી 547 કિલોમીટર દૂર વિસનગરમાં માલ આપવા જઇ રહેલા બંન્ને વડોદરા પોલીસે ઝડપી લીદા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, યુવાનોમાં ગાંઝો અને ડ્રગ્સ જેવા વ્યસનોનું પ્રમાણ વધાી રહ્યું છે. આ નશો દારૂની તુલનાએ વધારે કિક આપતો હોવાની સાથે લાવવા લઇ જવામાં પણ દારૂનાં પ્રમાણમાં સરળ હોવાને કારણે યુવાનો આ નશા તરફ વળ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંઝાના દુષણને ડામવા માટે નાર્કોટિક્સ બ્યુરોથી માંડીને ગુજરાત પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube