રવિ અગ્રવાલ, વડોદરા: વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (VUDA) ના મહિલા અધિકારીએ આર્કિટેક્ટ એસોસિએશનના પ્રમુખ પર ફરિયાદ નોંધવાનો મામલે કારેલીબાગ પોલીસે આરોપી આર્કિટેક્ટ કિરીટ પટેલની મોડી રાત્રે ધરપકડ  કરી લીધી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે મહિલા અધિકારીએ કિરીટ પટેલ પર ગાળાગાળી કરવાનો આક્ષેપ લગાવ્યો છે.  આ ઉપરાંત સરકારી કામમાં રૂકાવટ, જોઈ લેવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ લગાવ્યો છે. આરોપી કિરીટ પટેલે ફરિયાદ વાહિયાત હોવાનું નિવેદન આપ્યું હતું. કિરીટ પટેલની ધરપકડ થતાની સાથે જ શહેરની બિલ્ડર લોબીમાં મોટો હોબાળો મચી જવા પામ્યો છે. એવી પણ માહિતી મળી છે કે કિરીટ પટેલની ધરપકડ થતાની સાથે જ તેમના સમર્થકો રાતમાં જ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. 


શું છે મામલો?
વુડા ઓફિસમાં નગર નિયોજક વિભાગમાં પોતાની ફરજ બજાવતા મહિલા અધિકારીએ પોલીસ ફરિયાદ કરી હતી કે કિરીટપટેલે ભાયલીની જમીનનો વિકાસ ચાર્જ ભરવાની અરજી ઓછી રકમ ભરીને આપી હતી જે બાબતે તેમણે તેમની સાથે બોલાચાલી કરીને 7 ફેબ્રુઆરીએ વુડા કચેરીમાં આવી ગાળાગાળી કરી હતી. તથા જોઈ લેવાી ધમકી આપી હતી.  આ ઉપરાંત સરકારી કામમાં રૂકાવટ કરવાનો પણ તેમનો આક્ષેપ છે. 


અત્રે જણાવવાનું કે આ અગાઉ કિરીટ પટેલે કહ્યું હતું કે વુડાના અધિકારીઓ ભ્રષ્ટાચાર કરે છે. એક વ્યક્તિ રૂપિયા લે છે તે બધા વહેંચી લે છે. મારી સામે ખોટી ફરિયાદ થઈ છે. તેમણે એમ પણ કહ્યું હતું કે અધિકારીઓ નક્શા મંજૂરી માટે 10 રૂપિયા લે છે. પ્લોટ વેલીડેશન માટે 25થી 30 રૂપિયાનો ભાવ છે. તેમનું તો એવું પણ કહેવું છે કે તે મહિલા અધિકારીને મળ્યા જ નથી. 


કિરીટ પટેલનું શું છે કહેવું તે માટે જુઓ Video