વડોદરાના ખાનગી ટ્રાવેલ્સ સંચાલકને સોશિયલ મીડિયા થકી 25 લાખની ખંડણીની માંગ
શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના બાજવાળ વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઇ સોની ટુરીઝમ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે ગત્ત રાત્રે તેમના મોબાઇલ ફોન પર ટ્રુ કોલરમાં દિલીપ સોની નામના વ્યક્તિનો પોન આવ્યો હતો. જે તેમણે રિસિવ કર્યો નહોતો. દરમિયાન અજાણી દિલીપ સોની નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિન તેમજ મેસેજ મોકલ્યો હતો. મેને તેરે કો 25 લાખ રૂપિયા 10 ટકા વ્યાજ પે દિયે હે વો વાપસ દે દે. તેવું જણાવી સંચાલકને ધમકી આપી હતી કે તારી પત્ની અને ભાઇને મારી નાખવાની ધમકી આપી હતી.
વડોદરા : શહેરમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરના બાજવાળ વિસ્તારમાં રહેતા બ્રિજેશભાઇ સોની ટુરીઝમ વ્યવસાય સાથે સંકળાયેલા છે. જો કે ગત્ત રાત્રે તેમના મોબાઇલ ફોન પર ટ્રુ કોલરમાં દિલીપ સોની નામના વ્યક્તિનો પોન આવ્યો હતો. જે તેમણે રિસિવ કર્યો નહોતો. દરમિયાન અજાણી દિલીપ સોની નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા પર ઓડિયો ક્લિન તેમજ મેસેજ મોકલ્યો હતો. મેને તેરે કો 25 લાખ રૂપિયા 10 ટકા વ્યાજ પે દિયે હે વો વાપસ દે દે. તેવું જણાવી સંચાલકને ધમકી આપી હતી કે તારી પત્ની અને ભાઇને મારી નાખવાની ધમકી આપી હતી.
વડોદરા : ભાજપના નેતાઓએ ભીડ ભેગી કરીને કોરોનાની ગાઈડલાઈનને અભરાઈએ ચઢાવી
વડોદરાના ટ્રાવેલ સંચાલકને આવી ઓડિયો ક્લિપ મળતા 25 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જો રકમ નહી મળે તો ટ્રાવેલ્સ સંચાલક અને તેની પત્ની તથા ભાઇને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. ઓડિયો ક્લિપ દ્વારા ખંડણી માંગવામાં આવતા પરિવારમાં ફફડાટ ફેલાયો છે. આ અંગે વેપારી દ્વારા સિટી પોલીસ સ્ટેશનમાં ખંડણી અને ધાક ધમકીની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કરાવવામાં આવ્યો છે. હાલ તો પોલીસ દ્વારા આ અંગે ગુનો નોંધીને મોબાઇલ નંબરના આધારે તપાસ આદરવામાં આવી છે.
ખેડૂતો માટે આજીવન સંઘર્ષ કરનારા જીવણદાદાનું નિધન, CM રૂપાણીએ શિશ ઝૂકાવી નમન કર્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, સંસ્કારી નગરી કહેવાતા વડોદરામાં ધીરે ધીરે વધી રહેલા ગુનાના ગ્રાફથી સ્થાનિક નાગરિકો ચિંતિત છે. બીજી તરફ પોલીસ પણ ધીરે ધીરે નિષ્ક્રિય થતી હોય તે પ્રકારે ગુનાનો ગ્રાફ સતત ઉંચો જઇ રહ્યો છે. જેના કારણે પોલીસ તંત્ર સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. તેવામાં વેપારીને ખંડણી અંગેની ધમકી મળતા ટુર એન્ડ ટ્રાવેલ એસોસિએશનમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube