Vadodara Rain : વિશ્વામિત્રી નદી દર થોડા વર્ષોમાં રૌદ્ર રૂપ બતાવીને શહેરને પાણીમાં ડુબાડી દે છે. આ વર્ષે પણ એવું જ થયું. ત્યારે વડોદરાના રાજવી પરિવારના મહારાણી રાધિકારાજે ગાયકવાડ દ્વારા વિશ્વામિત્રી નદીની પૂજા કરવામાં આવી હતી. રાજવી પરિવાર મહારાણી દ્વારા નદીની પૂજા વિધિ કરી નદીને શ્રીફળ અર્પણ કરાયું, જેથી વિશ્વામિત્રી નદી શાંત થાય. આ પૂજાવિધિમાં પરિવારનાં સભ્યો પણ જોડાયા હતા. વડોદરાની વચ્ચોવચ વહેતી વિશ્વામિત્રી નદીના પૂર બાદ મહારાણી દ્વારા કરાયેલી વિશેષ પૂજાનું ખાસ મહત્વ છે. આ પહેલા વર્ષ 1927 માં તે સમયનાં મહારાણી દ્વારા પણ આ રીતે નદીની પૂજા કરાઈ હતી. તે સમયે વડોદરામાં 90 ઇંચ વરસાદ વરસ્યો હતો અને ત્યારે લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા, ત્યારે મહારાણી નદીની પૂજા વિધિ કરાઈ હતી. 


  • COMMERCIAL BREAK
    SCROLL TO CONTINUE READING

    1927 માં વિશ્વામિત્રીમાં આવ્યું હતું ભયાનક પૂર

  • એકસાથે 90 ઈંચ વરસાદ ખાબક્યો હતો

  • કાલાઘોડાના પગ સુધી પાણી ફરી વળ્યા હતા

  • પૂરપીડિતો માટે રાજવી પરિવારે રૂા. ૧ લાખ રાહત ફંડ આપ્યું હતું


વડોદરાના પૂરના ઈતિહાસ પર નજર કરીએ તો, વર્ષ 1927 ની વાત છે. આ વર્ષે વડોદરા શહેરમાં એકસાથે ધોધમાર 90 ઈંચ વરસાદ વરસ્યો હતો. જે રેકોર્ડ આજે પણ તૂટ્યો નથી. વર્ષ 1927 ના આ પૂરને ઘોડાપૂર તરીકે ઓળખવામાં આવે છે. શહેરના સયાજીગંજ કાલા ઘોડા સર્કલ ખાતે ઘોડા ઉપર સવાર સયાજીરાવ ગાયક્વાડની પ્રતિમાના ઘોડાના પગ સુધી પાણી ફરી વળ્યા હતા. એટલે તેને ઘોડાપૂર નામ આપવામાં આવ્યું હતું. 


વલસાડથી છેક મહારાષ્ટ્રના પાલઘર સુધી ટ્રાફિક જામ, નેશનલ હાઈવે પર આ શું થઈ રહ્યું છે!


આ પૂર બહુ જ ભયાનક હતું. મેઘરાજાને શાંત કરવા માટે વડોદરાના રાજવી પરિવારના મહારાણી શાંતાદેવી હાથી ઉપર સવાર થઈને વિશ્વામિત્રી નદીના પૂરના પાણી સુધી ગયા હતા અને શ્રધ્ધા પૂર્વક પૂજા કરી હતી. ત્યાર પછી પાણી ઓસરવાનું શરુ થયું હતુ. 


વર્ષી 1927 ના પૂરમાં શહેરના માથે આભ ફાટ્યુ હતુ અને 90 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હજારો નાગરિકો બેઘર થયા હતા. મકાનોમાં ભારે નુકસાન થયુ હતુ. સેંકડો લોકોના જીવ ગયા હતા. અત્યાર સુધીના ઈતિહાસમાં એક સાથે આટલો વરસાદ ક્યારે પણ પડ્યો નથી.


બ્રેકઅપ બાદ પણ સપનામાં આવે છે જૂનો પ્રેમી કે પ્રેમિકા, તો આ સંકેતને અવગણશો નહિ