હાર્દિક દિક્ષિત, વડોદરા: ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્યમાંથી પસાર થતી ટ્રેનને ફક્ત એક રૂપિયાની મદદથી રોકીને ટ્રેનમાં લૂંટ (Train Robbery) ચલાવતી અને 13 લૂંટો (Robbery) ને અંજામ આપનાર આંતરરાજ્ય ટોહાના ગેંગ (Gang) ને હરિયાણા (Haryana) થી ઝડપી પાડવામાં વડોદરા (Vadodara) રેલવે પોલીસને સફળતા મળી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરા રેલવે પોલીસ (Vadodara Railway Police) અધિક્ષક પરીક્ષિતા રાઠોડના જણાવ્યા મુજબ હરિયાણાના ટોહાના જિલ્લાના આંતર રાજ્ય ટોહાના ગેંગ (Tohana Gang) ના ઝડપાયેલા આ ચાર આરોપીઓ ફક્ત એક રૂપિયાથી જ દેશના ગુજરાત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યોમાંથી પસાર થતી ટ્રેનોને સુમસામ વિસ્તારોમાં લોન્ગ ડિસ્ટન્સ અને દક્ષિણ ભારત સુધી જતી ટ્રેનો (Train) ને નિશાન બનાવતા હતા.

મહત્વનો નિર્ણય: લોકડાઉન દરમિયાન નિયમોનો ભંગ કરનાર આ લોકો વિરૂદ્ધ થયેલા કેસોને પાછા ખેચાશે


દરેક રેલવે ક્રોસિંગ પર આવેલા ટ્રેક્સ પર બેરિકેડ હોય છે. અહીંયા લોખંડનો સળિયો અથવા 1 રૂપિયાનો અથવા 5 રૂપિયાનો સિક્કો નાંખવામાં આવે તો સિગ્નલ RED થઈ જાય છે. હાઈવે નજીક જ્યાં રેલવે ક્રોસિંગ પર ગાર્ડ અથવા કર્મચારી હોતા નથી, ત્યાં આરોપીની ગેંગ પહોંચી જાય છે. ત્યારપછી રેડ સિગ્નલ કરીને ગાડીને રોકે છે.


રેલ્વે સ્ટેશન (Railway Station) ના પહેલા ટ્રેક પર એક સર્કિટ હોય છે જેને ટ્રેક સર્કિટ કહેવાય છે. જો ટ્રેક સેફ હોય તો સિગ્નલ ગ્રીન થઈ જાય છે અને જો ફોલ્ટ હશે તો રેડ થઈ જાય છે. જો સિગ્નલ રેડ થાય તો ડ્રાઇવર તાત્કાલિક ટ્રેન રોકી દે છે. આ ઘટના પછી ફરીથી ટ્રેનની સફર ચાલુ કરવા માટે 15થી 20 મિનિટનો સમય લાગે છે.જ્યાં સુધી સિગ્નલ ગ્રીન (Green Signal) ના થાય ત્યાં સુધીમાં તો આ ગેંગ લૂંટફાટ કરીને ફરાર થઈ જાય છે.આવી જ રીતે ભરૂચ રેલવે સ્ટેશને (Bharuch Railway Station) લૂંટની ફરિયાદ નોંધાતા વડોદરા રેલવે એલ.સી.બી. (LCB) તપાસનો ધમધમાટ શરૂ કર્યો.

'Crime Branch નો અધિકારી છું, તારા ફસાયેલા પૈસા પાછા અપાવીશ' કહી 12 લાખ ખંખેર્યા


લૂંટ (Robbery) ના સમય બાદ ટોલનાકા પાસેથી સીસીટીવી (CCTV) માં હરિયાણા (Haryana) પાર્સિંગની કારમાં શંકાસ્પદ લોકો દેખાતા પોલીસે ફાસ્ટેગના માધ્યમથી રેલવે પોલીસે (Railway Police) એ વ્યક્તિનો મોબાઇલ નંબર ટ્રેક કર્યો હતો, જે નંબર પર ફાસ્ટેગ રજિસ્ટર્ડ હતું. બાદમાં ટેક્નિકલ અને હ્યુમન સોર્સિંસના આધારે પોલીસે ટોહાના ગેંગના સૂત્રધાર રાહુલ ઘારા, દીપક ,છોટુ દલાવારા, સન્ની ઉફે સોની ફુલ્લાની ધરપકડ કરી છે.

Kutch: જમીનમાં રોકાણ કરતાં પહેલાં આ કિસ્સો વાંચી લેજો, સામે આવ્યું કરોડોનું જમીન કૌભાંડ


જે પૈકી નો આરોપી રાહુલ ધારાના પિતા અગાઉ રેલવેમાં સફાઈકર્મી હતા. જેથી તે રેલવે ના પાટાઓ અને અન્ય ટેક્નિકલ જ્ઞાન ધરાવતો હતો. જેનો ઉપયોગ લૂંટ કરવામાં વપરાતો હતો. પોલીસે 13 લૂંટ ને અંજામ કરી ભેગા કરેલા 13,87,000 ના સોના ચાંદી ના દાગીના અને રોકડનો મુદ્દામાલ કબજે કરી. ચારેય આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં વધુ વિગતો બહાર આવી શકે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube