રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરા (vadodara) માં ચોમાસાની સેકન્ડ ઈનિંગમાં પહેલીવાર મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી છે. ચોમાસામાં પહેલીવાર મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે. વડોદરામાં રાતભરમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. હાલમાં સવારે પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદ (heavy rain) થી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. અલકાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં પણ પાણી ભરાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો : અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર હિટ એન્ડ રન : વાહનચાલકે મહિલાને 20 ફૂટ ઊછાળીને પટકી, કમકમાટીભર્યુ મોત


લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યું 
વડોદરામાં મેઘરાજા (monsoon) ની તોફાની બેટિંગ બાદ પાદરામાં આખા દિવસમાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. વડોદરામાં રાત્રે વરસેલા વરસાદના કારણે રોડ અને લોકોના ઘરોમાં પાણી ભરાયા છે. વાઘોડિયા રોડ, ઉમા ચાર રસ્તા પર ચારેતરફ પાણી ભરાયા છે. આજવા રોડ પર આવેલી વિનય સોસાયટીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે. લોકોની ઘરવખરી પણ વરસાદી પાણીમાં પલળી ગઈ છે. રાતભર લોકોએ ઘરમાંથી પાણી બહાર કાઢ્યું હતું. તો બીજી તરફ, દર વર્ષની જેમ રાજમહેલ રોડ પર આવેલી રાજસ્થંભ સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે. લોકોના ઘરમાં વરસાદના પાણી ઘૂસ્યા છે. 


આ પણ વાંચો : કેવા પરિવારો સામૂહિક આત્મહત્યાના વિચાર કરે છે? મનમાં આત્મહત્યાના વિચાર આવે તો સૌથી પહેલા કરો આ કામ


ભારે વરસાદથી ગણેશ પંડાલ તૂટ્યું
વડોદરામાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયેલા દ્રશ્યો જોવા મળ્યા. રેલવે સ્ટેશન પાસેના ગરનાળામાં પાણી ભરાયા હતા. જેથી પાણી ભરાતાં ગરનાળું બંધ કરવામાં આવ્યું હતું. અલકાપુરીથી રેલવે સ્ટેશનને જોડતુ આ ગરનાળું ભારે વરસાદ (Mosoon 2021) માં હંમેશા પાણીથી ભરાઈ જાય છે. તો બીજી તરફ, ભારે વરસાદના કારણે ‘કાલુપુરા ચા લંબોદર ગ્રૂપ’નું ગણેશ પંડાલ પણ તૂટ્યું હતું. પંડાલ તૂટતાં બે કાર્યકરોને નજીવી ઈજા પહોંચી હતી. જોકે, ગણેશજી મૂર્તિ સુરક્ષિત થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.