* સુભાષ ચંદ્રાએ કહ્યું અમિત શાહ અને અરવિંદ કેજરીવાલને એક જ સ્ટેજ પર બેસાડ્યા આ છે સમાજની તાકાત 
વડોદરા : અગ્રવાલ સમાજનાં એક કાર્યક્રમમાં રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષચંદ્રા હાજર રહ્યા હતા. અકોટામાં અગ્રવાલ સમાજનો એક કાર્યક્રમ હતો તેમાં તેઓ હાજર રહ્યા હતા. અગ્રવાલ સમાજનાં તમામ અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અકોટામાં અગ્રવાલ સમાજનાં વિવિધ પ્રકલ્પોનું નિર્માણ કરવામાં આવશે. અગ્રવાલ સમાજનાં કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ તેઓ કેવડિયા ખાતે જવા માટે રવાના થશે. અગ્રવાલ સમાજનાં અગ્રણીઓ દ્વારા રાજ્યસભા સાંસદનું સન્માન કરવામાં આવ્યું હતું. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહારાજ અગ્રસેનની પ્રતિમાને ફુલહાર ચંદ્રાજી દ્વારા કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તેઓ મોટિવેશનલ સ્પીકર તરીકે પણ ખુબ જ ખ્યાતનામ છે. તેવામાં મોટા પ્રમાણમાં લોકો તેમને સાંભળવા માટે આવ્યા છે. સમાજનાં તમામ અગ્રણીઓ દ્વારા સુભાષચંદ્રાજીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બજરંગદાસ ગર્ગ રાષ્ટ્રીય અગ્રવાલ ટ્રસ્ટના સંયોજક પણ હાજર રહ્યા હતા. ગુજરાત પ્રાંત અધ્યક્ષ જગદીશ પ્રસાદ પણ હાજર રહ્યા હતા. નારાયણ શાહ પણ અગ્રવાલ સમાજનાં ફાઉન્ડર મેમ્બર પણ હાજર રહ્યા હતા. 

અગ્રવાલ સમાજ અગ્રોહાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ બજરંગ ગર્ગ પણ હાજર રહ્યા હતા. તેમણે સંબોધન કરતા જણાવ્યું કે, અગ્રવાલ સમાજનાં લોકોને જોડવાનું અમારુ લક્ષ્ય છે. આજે અગ્રવાલ ધામના નેતૃત્વમાં અગ્રવાલ સમાજ એક છે. સમગ્ર દેશનાં અગ્રવાલ લોકો એક છે. દેશનાં દરેક તીર્થ સ્થાન પર અગ્રવાલ ધામનું હાઉસ બનાવવાનું આયોજન છે જેથી આપણા સમાજનો કોઇ વ્યક્તિ પરેશાન ન થાય. સમગ્ર દેશનાં તમામ તીર્થ સ્થાનોમાં 1500 કરોડ રૂપિયાના ખર્ચે અગ્રવાલ હાઉસ બનશે. 4 મહિનાની અંદર 125 કરોડ રૂપિયાનું કામ પ્રથમ તબક્કામાં શરૂ પણ થઇ ચુક્યું છે. 


ત્યાર બાદ સમાજના અગ્રણીઓને સંબોધતા સુભાષ ચંદ્રાજીએ સમાજનાં તમામ અગ્રણીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે ZEE 24 Kalak ના ચેનલ એડિટર દીક્ષિત સોનીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ગુજરાતમાં હું એક કામથી આવ્યો હતો. જ્યાં વડોદરાના પત્રકાર અને અગ્રવાલ સમાજના અગ્રણી રવિ અગ્રવાલે મને જણાવ્યું કે, સમાજનો એક કાર્યક્રમ થઇ રહ્યો છે જો તમે આવી રહ્યા છો તો આ કાર્યક્રમમાં હાજરી આપી શકશો? મે જરા પણ વિચાર્યા વગર હા પાડી દીધી હતી. આજે સમાજના લોકો સાથે મળવાની તક મળી. 

કોઇ પણ પરિવાર હોય કોઇ પણ સમાજ હોય કોઇ પણ વ્યક્તિ હોય ક્યાંકને ક્યાંક પોતાની માતૃભુમિ અથવા જન્મભુમિ સાથે લગાવ રહે છે. એટલા માટે જ મે બજરંગદાસજી ગર્ગને સમાજના વિકાસ માટે અપીલ કરી. મે તેમને કહ્યું કે, સમાજનો કાર્યક્રમ છે હું તો એક સભ્ય તરીકે જઇ જ રહ્યો છું પરંતુ તમે પણ આવો અને બજરંગદાસજી હાજર રહ્યા. સ્થાનિક આગેવાન અને નારાયણભાઇએ ખુબ જ સુંદર વ્યવસ્થા કરી છે. સમાજ હજી પણ મોટા મોટા કાર્યક્રમો કરશે. 

આજના યુવાનોની પોતાની વ્યસ્તતા હોય છે. કોઇ ધંધો કરી રહ્યું છે, કોઇ ભણી રહ્યું છે. જો આપણે તેમને સમાજમાં લાવવાનો પ્રયાસ કરીશું તો તેઓ કહેશે કે વડીલો છે તો પછી અમારી જરૂર શી છે? આ વિચારસરણી મારી પણ હતી પરંતુ 1975 ની આસપાસ હરિયાણાના મુખ્યમંત્રી ચૌધરી ભજનલાલ હતા. તેઓ મારા ગામના જ હતા. સમાજના લોકો સ્વાભાવિક રીતે મારી સાથે જોડાયેલા હતા. હું ખુબ જ સફળ હતો તેથી સમાજના લોકો આવતા રહેતા હતા. હું ભજનલાલજીને કહેતો હતો અને તેઓ કરતા હતા. તેમણે મને એક કામ સોંપ્યું તેમણે કર્યું નહી તેથી મને ગુસ્સે થયો. તેમણે કહ્યું કે, હું તમારૂ કામ શું કરૂ તમારા ધામ અગ્રોહામાં મે પૈસા આપીને કામ શરૂ કરાવ્યું તે હજી પુરૂ નથી થઇ શક્યું. આ વાત મને લાગી આવી તે ધામનું કામ તો પુર્ણ કર્યું. દેશના અનેક શહેરોમાં પણ આવું કામ શરૂ કરવામાં આવ્યું. અગ્રવાલ ધામમાં દર વર્ષે શરદ પુર્ણિમાનો મેળો હોય છે. ત્યાં શક્તિસરોવરનું નિર્માણ કરવામાં આવ્યું. તમામ તિર્થોનું જળ લાવીને તેમાં નાખવામાં આવ્યું. સ્વામી સતમિત્રાનંદ દ્વારા તેનું ઉદ્ધાટન કર્યું. આશિર્વાદ આપ્યા કે, અહીં જે કોઇ પણ આવીને સ્નાન કરશે અને કુળદેવી મહાલક્ષ્મીના દર્શન કરશે તેનાં તમામ દુખ દુર થશે. ત્યારબાદથી અગ્રવાલ ધામમાં વર્ષે 10 લાખથી વધારે લોકો આવે છે. શરદપુર્ણિમાના દિવસે ત્યાં લગભગ ડોઢ લાખ લોકો મેળામાં આવે છે. અગ્રવાલ સમાજની અંદર એક સાથે ડોઢ લાખ લોકો આવે તે અજુબા સમાન છે. જો કે આપણો સમાજ કામમાં વ્યસ્ત રહે છે અને દુવિધાઓમાં હોય છે. સ્થાનિક સ્તરે સમાજનાં નાના સંગઠનો પણ કામ કરે છે અને સમાજના કામ થતા રહે છે તેથી દેશના લેવલે એક સંગઠન બનાવવાની વાત ઝડપથી ધ્યાનમાં આવતી નથી. જેમ મે શરૂઆતમાં કહ્યું તેમ મારી ઇચ્છા છે કે તે વ્યક્તિ મંડાવાથી આવ્યો પરંતુ મંડાવાથી ક્યાં આવ્યા હતા તે તપાસ કરશો તો તે અગ્રોહાથી જ આવેલા હશે. જો કોઇ વ્યક્તિ પોતાના મુળ સાથે જોડાય તો મુખ્ય ખુંટા સાથે જોડાવું ખુબ જ જરૂરી છે. જો આપણે એક ખુંટા સાથે જોડાઇ ગયા તો વિચારો કે, ભગવાન ન કરે કોઇને કોઇ સમસ્યા ન નડે પરંતુ કાંઇ પણ થયું તો તમને વિશ્વાસ હશે કે ચાર-પાંચ કરોડ લોકો મારી પાછળ ઉભા છે. સમાજનાં લોકોનું ઉત્થાન ઝડપથી થશે. કોઇ સમાજનો વ્યક્તિ પછાત હશે તો દરેક વ્યક્તિ 1-1 રૂપિયો આપશે તો પણ તેને 4-5 કરોડ રૂપિયા મળી જશે. 

બીજી વાત સમજમાં આવી કે હું જ્યાં પણ ગયો. મુંબઇમાં જ અગ્રવાલ સમાજના 7 સંગઠનો કામ કરતા હતા પરંતુ તેઓ સાથે બેસતા નહોતા. અમે તે તમામ સાતેય સંસ્થાને એકત્ર કર્યા. આજે મુંબઇમાં એક જ સંસ્થા કામ કરે છે. અન્ય શહેરોમાં પણ આવું ધ્યાને આવ્યું કે, લોકલ સ્તર પર એક સંસ્થા હતી તેમાંથી બે ભાગ પડ્યાં. સમાજનું વિભાજન સમાજનું જ નુકસાન છે. જો કે જ્યારે અગ્રોહાની વાત આવી તો તમામ સંગઠનો એક થયા. અમે પણ પ્રયાસો કર્યા કે, તમામ સંગઠનો અગ્રોહાના છત્ર હેઠળ આવી જાય. જો કે વડોદરામાં કોઇ મતભેદ જેવું નથી તેમ છતા પણ કોઇ અલગ હોય તો તમામને એક કરો. અગ્રોહાને વિકાસિત કરવા ધામ તરિકે વિકસિત કરવાનો જે ઇરાદો છે તેમાં સર્વ લોકો સાથે આવે. સમાજની રાજકીય, સામાજિક અને આર્થિક ઉન્નતી થાય અને તેનો ફાયદો દરેક સમાજના વ્યક્તિને મળે તેવો મારો ઇરાદો છે. જેટલા વધારે લોકો જોડાશે તો વધારેને વધારે સુવિધાઓ મળશે અને જેમ જેમ લોકો જોડાશે તેમ તેમ તેમાં પણ વધારો થતો રહેશે. 

એક અદ્ભુત વાત થઇ જેનો મને પણ ક્યારે અંદાજ નહોતો. અટલ બિહારી વાજપેયીની સરકાર દિલ્હીમાં આવી તો અમે પ્રયાસ કરીને અગ્રોહામાં હુણ લોકો આવ્યા અને આક્રમણ કર્યું, તેમણે એક વસ્તું ને સળગાવી દીધું. મોટા મોટા પહાડો બની ગયા. વાજપેયી સરકારે નાણા મંજુર કર્યા અને ખોદકામ કરતા અંદરથી અનેક સિક્કાઓ, મંદિર અને નગરી જેવી વસ્તુ મલી આવી હતી. બૌદ્ધ વિહાર પણ મળી આવ્યા. જો કે તેનો મુખ્ય નિષ્કર્ષ હતો તે સામે નહોતો આવ્યો. 2016માં તે નિષ્કર્ષ બહાર આવ્યું કે, ત્યાં એક અગ્રવાલ સમાજ તો હતો જ. વૈશ્ય સમાજનો જ તે ગઢ હતો. ત્યાર બાદ અમે પુર્ણિમાના મેળામાં વેશ્ય સમાજના અન્ય ઘટકોનાં લોકોને પણ બોલાવવાનું શરૂ કર્યું. તેમાં ઓસવાલ, મહેશ્વર, સોની, દરેકને બોલાવવાનું શરૂ કર્યું. અગ્રવાલ ધામમાં સંપુર્ણ વૈશ્ય સમુદાયનાં લોકોને જોડવાનો પ્રયાસ કરીશું તેવો પ્રયાસ છે. 

કેટલાક યુવાનોએ પુછ્યું કે શું કરવું જોઇએ ? મારૂ કહેવું છે કે, ગુજરાત અને વડોદરામાં અગ્રવાલ સમાજ અને સમગ્ર વૈશ્ય સમુદાયની સંસ્થાઓનું નિર્માણ કરો. આ ઉપરાંત સરકારી તંત્ર પાસેથી મને જે જાણવા મળ્યું કે, અગ્રવાલ સમાજનાં 50-60 ટકા લોકો એવા છે કે જે સામાન્ય આવકથી ઓછી આવક ધરાવે છે. જેથી વડોદરામાં અગ્રવાલ સમાજનાં લોકોની માહિતી એકત્ર કરો. તમામ લોકોની માહિતી મળ્યા બાદ તેમની દુખ તકલીફમાં સમગ્ર સમાજ તેમની સાથે ઉભો રહે તો તેનાથી મોટી કોઇ વાત હોઇ શકે નહી. કોઇ પણ દેશની આર્થિક ઉન્નતી ત્યારે જ થઇ શકે જ્યારે લોકલ સ્તર પર ઉન્નતી થાય. મોદીજીએ પણ કહ્યું હતું કે, લોકલથી ગ્લોબલ સુધી. જ્યાં સુધી સમાજનો વિકાસ નહી થાય ત્યાં સુધી દેશની ઉન્નતીનો સવાલ જ નથી. માટે આપણે સમાજને આગળ લાવવો જરૂરી છે. આર્થિક ઉન્નતી હશે તો સામાજિક ઉન્નતી આપોઆપ થશે. 

2018માં હું ભાજપના અધ્યક્ષ અમિત શાહને લઇને ગયો. અમે સમગ્ર દેશનાં અગ્રવાલ અને વૈશ્ય સમાજનાં લોકોને એકત્ર કરતા હતા. 100-150 લોકો હાજર રહે છે. તમામ પાર્ટીનાં લોકો તેમાં હાજર પણ રહે છે. અગ્રવાલ સમાજનો જ જાદુ છે કે અમે એક જ સ્ટેજન પર અરવિંદ કેજરીવાલ અને અમિત શાહને બેસાડ્યાં. આપણા સમાજના પ્રમુખે પણ વડાપ્રધાનની
ભાષા બોલતા કહ્યું કે, હું તમારો પ્રધાન સેવક છું. આ ધામમાં આપણે વિપશનાનું કેન્દ્ર પણ ચાલુ કર્યું. વેપારમાં ઉંચ નીચ થાય ત્યારે આ સાધના ખુબ જ સારી રહે છે. હું પણ તેનો ખુબ જ અભ્યાસ કરૂ છું. સમાજનાં યુવાનો અને તમામ લોકો સમાજની સાર્થકતા માટે પોતાની જાતને ખર્ચે તે જરૂરી છે. 
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube