વડોદરાઃ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર વડોદરાના હાઈ-પ્રોફાઇલ બળાત્કાર કેસમાં એક બાદ એક આરોપીઓની ધરપકડ થઈ રહી છે. આ કેસમાં અત્યાર સુધી રાજુ ભટ્ટ, અશોક જૈન અને અલ્પુ સિંધીની ધરપકડ કરી લેવામાં આવી છે. મહત્વનું છે કે રાજુ ભટ્ટ પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી પણ હતો. હવે મંદિર ટ્રસ્ટ દ્વારા રાજુ ભટ્ટને ટ્રસ્ટી પદેથી હટાવવાની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદિરની બેઠકમાં લેવાયો નિર્ણય
પાવાગઢ મંદિર ટ્રસ્ટની આજરોજ મળેલ બેઠકમાં વડોદરાના હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટ મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજુ ભટ્ટને ટ્રસ્ટી તરીકેની જવાબદારીમાંથી મુક્ત કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આજરોજ મળેલ બેઠકમાં મંદિરના મુખ્ય ટ્રસ્ટી સુરેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં રાજુ ભટ્ટે ગુનો કબૂલી લીધો હોય મંદિર ટ્રસ્ટી તરીકેની જવાબદારી માંથી તેને મુક્ત કરી દેવા નિર્ણય કરાયો છે. 


આ પણ વાંચોઃ વડોદરા રેપ કેસ : પીડિતા, અશોક જૈન, રાજુ ભટ્ટ અને અલ્પુ સિંધી વચ્ચે આખરે શુ રંધાયુ હશે તે રાઝ ખૂલશે


આ નિર્ણય અંગે ની દરખાસ્ત ચેરિટી કમિશ્નરને પણ મોકલી આપવામાં આવી છે. હવે પાવાગઢ મંદિર ટ્રસ્ટ સાથે આરોપી રાજુ ભટ્ટનું નામ કાયમી ધોરણે દૂર થવાની શક્યતાઓ જોવા મળી રહી છે.


રાજુ ભટ્ટે આરોપ સ્વીકાર્યો
વડોદરાના ગોત્રી પોલીસ મથકમાં નોંધાયેલ હાઇ પ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી રાજુ ભટ્ટની ધરપકડ બાદ પૂછપરછમાં પીડિતા સાથે સબંધ બાંધ્યાનું સ્વીકાર્યું છે. પીડિતા સાથે તેણે એક નહિ, પણ ચાર વખત સંબંધ બાંધ્યો હતો. હાર્મની હોટેલ, આજવા રોડના ડવડેક એપાર્ટમેન્ટ અને ડી-903 નિસર્ગ કોમ્પ્લેક્ષમાં યુવતીની સહમતીથી સંબંધ બાંધ્યાનું રાજુ ભટ્ટે સ્વીકાર્યું. જોકે, તેણે પોલીસને કહ્યું કે, જે પણ થયુ તે યુવતીની સહમતીથી થયુ હતું.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube