રવિ અગ્રવાલ/વડોદરા : શહેરના વેક્સિન મેદાનમા થયેલા સામુહિક દુષ્કર્મના મામલે પોલીસ હજુ પણ મુઝવણમા છે, જોકે 13મા દિવસે રેલ્વે પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે. વલસાડ રેલ્વે પોલિસમા ફરીયાદ દાખલ કરવામા આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામુહિક દુષ્કર્મ અને ત્યારબાદ આત્મહત્યાની ઘટનામા છેલ્લા 13 દિવસથી તપાસ ચલાવી રહેલી રેલ્વે પોલીસ હજુ સુધી દુષ્કર્મનો ભેદ ઉકેલી શકી નથી. જોકે આજે રેલ્વે પોલિસે વલસાડમા આત્મહત્યા માટેની દુષ્પ્રેરણાની ફરીયાદ દાખલ કરી છે અને વેક્સિન મેદાનમા ત્રણ ઈસમો પીડિતાના હાથપગ બાધીને લઈ ગયા હતા. તેને કારણે યુવતીએ આત્મહત્યા કરી છે તેવુ પોલીસ તપાસમા બહાર આવ્યુ છે.


સામૂહિક દૂષ્કર્મની આ ઘટનામા રેલ્વે પોલિસ ,વડોદરા અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, પોલીસે ચાર શકમંદોને પકડ્યા પણ હતા. જોકે હજુ સુધી દૂષ્કર્મની ધટનાનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી. યુવતીની ડાયરી અને ત્રણ વિક્ટીમના નિવેદનના આધારે પોલીસ તપાસ કરી રહી છે અને હાથ પગ બાધીને ઝાડીઓમા લઈ જવામા ત્રણ ઈસમો હોવાની પોલિસને વિગતો મળી છે. જોકે દૂષ્કર્મ થયુ છે તેવા કોઈ ઠોસ પુરાવા પોલીસને મળ્યા નથી. પોલીસ માની રહી છે કે, ત્રણ લોકો પિડીતાને હાથપગ બાધીને ઝાડીઓમા લઈ ગયા હતા. જોકે દુષ્કર્મ થયુ છે કે કેમ તે અંગે તપાસ ચાલી રહી છે. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય પુરાવાના આધારે ત્રણ ઈસમો દુષ્પ્રેરણા માટે જવાબદાર હોવાનુ પોલીસ માની રહી છે.


13 દિવસની તપાસમા પોલિસની 5 એજન્સીઓ માત્ર આત્મહત્યાની ઘટના ચકાસી શકી છે અને યુવતીએ આત્મહત્યા કરી હોવાનુ બહાર આવ્યુ છે. જોકે વેક્સિન મેદાનમા યુવતી સાથે શું થયુ અને ત્રણ ઈસમો કોણ હતા તે હજુ સુધી પોલીસ શોધી શકી નથી. જોકે પોલીસે અનેક લોકોની પુછપરછ કરી છે. તેમ છતાં પોલીસને હજી સુધી કોઈ સફળતા હાથ નથી લાગી, ત્યારે નરાધમો ક્યારે પકડાશે તે સવાલ સૌ કોઈ પૂછી રહ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube