રવિ અગ્રવાલ/વડોદરા :સંસ્કારી નગરી વડોદરા (Vadodara) નું માથુ ફરી શરમથી ઝૂકી ગયુ છે. શહેરમાંથી સંસ્કારિતાપણું હવે ભૂંસાઈ રહ્યું છે. મહિલાઓ પર વધતા અત્યાચારના કિસ્સાને કારણે શહેરની સંસ્કારિતા ફરી લજવાઈ છે. તાજેતરમાં એક સગીરા પર દુષ્કર્મના કેસની શાહી હજી સૂકાઈ નથી, ત્યાં ફરી એક દુષ્કર્મની ઘટના બની છે. શહેરના એક રસ્તા પર ત્રણ નરાધમો સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા, અને તેની લાજ લૂંટાઈ (rape case) હતી. જોકે, શરમની વાત તો એ છે કે, ખુદ પોલીસ જ આ મામલે ઢાંકપિછોડો કરતી દેખાઈ હતી. પોલીસ (vadodara police) ચાર દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી, અને પીડિત પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વડોદરામાં વધુ એક સગીરા પર દુષ્કર્મ (rape) ની ઘટના સામે આવી છે. વડોદરાના ન્યુ વી.આઈ.પી રોડ પાસે આ ઘટના બની છે. જેમાં ત્રણ નરાધમોએ સગીરાને બસમાં ખેંચીને લઈ ગયા હતા. જેમાંથી એક યુવકે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હતું, જ્યારે કે, બે યુવાનોએ બસના દરવાજે વોચ રાખી હતી. આમ, ટ્રાફિકથી ધમધમતા આ વિસ્તારમાં સગીરાની લાજ લૂંટાઈ હતી. 


આ પણ વાંચો : કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે, આદિવાસી ખેડૂતે ટાંકામાં મોતીની ખેતી કરીને બતાવ્યું પોતાનું ટેલેન્ટ


આ અંગે સગીરાના કાકાએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે પોક્સો એકટ હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓ (crime news) ની શોધખોળ હાથ ધરી છે. પરંતુ આ અંગે ખુદ પોલીસ ઢાંકપિછોડો કરતી જોવા મળી હતી. પોલીસે શરૂઆતમાં 4 દિવસ સુધી ફરિયાદ નોંધી ન હતી. પીડિતા અને તેના પરિવારને પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવ્યા હતા. પીડિતા અને તેના કાકા હરણી અને વારસિયા પોલીસ સ્ટેશનના ધક્કા ખાતા રહ્યા હતા. પણ પોલીસે આ ઘટનાને ગંભીર ગણવાની તસ્દી સુદ્ધા લીધી ન હતી. 


આમ, વડોદરા પોલીસની કામગીરી પર ફરી એકવાર સવાલો ઉઠ્યા છે. આ અગાઉ પણ વડોદરા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા છે. જે બતાવે છે સંસ્કારી નગરીમાં હવે મહિલાઓ સલામત નથી.