Shocking : ડાયરીમાં યુવતીએ દુષ્કર્મની જે આપવીતી લખી તે વાંચીને તમારું દિલ પણ રડી પડશે
વડોદરા (vadodara) માં યુવતી સાથે સામુહિક દુષ્કર્મ (gang rape) ના મામલામાં હજી સુધી આરોપી સુધી પોલીસ પકડાઈ નથી. આ પહેલા પણ વડોદરામાં અવાવરુ જગ્યા પર લઈ જઈને યુવતી સાથે બળાત્કાર ગુજારાયો હતો. ત્યારે ફરી એકવાર આવી ઘટનાથી સંસ્કાર નગરી શરમમાં મૂકાઈ છે. યુવતીએ દુષ્કર્મ કરતા પહેલા લખેલી ડાયરીમાં પોતાની સાથે થયેલા દુષ્કર્મ (rape case) ની આપવીતી રજૂ કરી હતી. યુવતીએ ઘટના બાદ ડાયરીમાં 4 પાનામાં આપવીતી વર્ણવી છે. ડાયરીમાં હેડિંગ આપ્યુ હતું, શોકિંગ ડે અગેઈન.