Vadodara: ડ્રગ્સના આરોપીઓને સાથે રાખી સયાજીગંજ વિસ્તારમાં સર્ચ, અહીં પણ નશીલો પદાર્થ મળ્યાની માહિતી
સિંધરોટ ખાતેથી પકડાયેલા 500 કરોડના ડ્રગ્સની તપાસ અંગે આરોપીએ બતાવેલા સ્થળોએ એ.ટી.એસ દ્વારા તપાસ કરવામાં આવી હતી .આજરોજ મુખ્ય આરોપીને લઈ એ.ટી.એસ સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પલેક્ષ ખાતે પહોંચી હતી. જ્યાં છેલ્લા 10 વર્ષથી બંધ સ્ટોક માર્કેટની ઓફિસમાં વેપલો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું.
જયંતિ સોલંકી, વડોદરાઃ સિંધરોટ ખાતેથી પકડાયેલા 500 કરોડના ડ્રગ્સ કેસમાં આરોપીને સાથે રાખી એટીએસ દ્વારા સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પલેક્સમાં સર્ચ કરવામાં આવ્યું હતું. જેમાં બે ડ્રમમાંથી ડ્રગ્સ મળી આવ્યું હોવાની શક્યતા સેવાઈ છે. વિજય તરફ વાત કરવામાં આવે તો પાયલ કોમ્પલેક્સમાંથી મળી આવેલ કેમિકલ સ્ટ્રોંગ હોવાના કારણે તપાસ કરતા અધિકારીઓને પણ આંખ અને નાકમાં બળતરા થવા લાગી હતી.
સિંધરોટ ખાતેથી પકડાયેલા 500 કરોડના ડ્રગ્સની તપાસ અંગે આરોપીએ બતાવેલા સ્થળોએ એ.ટી.એસ દ્વારા તપાસ કરવામાં આવી હતી .આજરોજ મુખ્ય આરોપીને લઈ એ.ટી.એસ સયાજીગંજ વિસ્તારના પાયલ કોમ્પલેક્ષ ખાતે પહોંચી હતી. જ્યાં છેલ્લા 10 વર્ષથી બંધ સ્ટોક માર્કેટની ઓફિસમાં વેપલો ચાલતો હોવાનું જાણવા મળ્યું હતું. પાયલ કોમ્પલેક્સ ખાતેથી પણ મોટી માત્રામાં શંકાસીલ કેમિકલ મળી આવ્યું હોવાની માહિતી મળી હતી. Fsl , સ્થાનિક પોલીસની ટીમ સાથે રાખી તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પ્લાસ્ટિકના 2 ડ્રમમાં ડ્રગ્સ હોવાની આશંકા સેવાઈ છે.
આ પણ વાંચોઃ તો જામ ખંભાળિયાથી ચૂંટણી હારી રહ્યાં છે ઈસુદાન ગઢવી? એક્ઝિટ પોલનું ચોંકાવનારૂ તારણ
2 દિવસ પહેલા પણ સુભાનપુરા વિસ્તારમાં કચરાપેટીમાંથી 8 કરોડનું ડ્રગ્સ મળી આવ્યું હતું. આરોપીએ બતાવેલી જગ્યાએ એ.ટી.એસ પહોંચતા કચરા પેટીમાં ડ્રગ્સ ફેંકી દેવાયું હતું. હાલ એ.ટી.એસના 12થી વધુ અધિકારીઓ આરોપીને સઘન તપાસ કરવામાં આવી રહી છે. તે જ પ્રકારે એટીએસની ટીમ આરોપીને સાથે રાખી સ્ટોક માર્કેટની ઓફિસમાં રેડ કરતા બે બેરલ(કેરબા) શંકાશીલ કેમિકલ ats દ્વારા ઝડપી પાડવામાં આવ્યું હતું.
વડોદરા શહેર ધીમે ધીમે એમડી ડ્રગ્સ બનાવવાનો હબ બની રહ્યું છે. જે પ્રકારે સાવલીના મોકસી ગામેથી પણ મોટી માત્રામાં એમડી ડ્રગ્સ બનાવવાનું ફેક્ટરી તેમજ એમડી ડ્રગ્સ અને કેમિકલ એટીએસ દ્વારા રેડ કરીને પકડી પાડવામાં આવી હતી. ત્યારબાદ સીંધરૉટના સીમમાં ગોડાઉનમાં ઘાસચારો મૂકવાના નામે એમડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી પકડી પાડવામાં આવી છે. જેમાં 500 કરોડથી પણ વધુ મુદ્દા માલ એટીએસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે સિંધરોટમાં પકડાયેલ એમડી ડ્રગ્સના મામલે આરોપીઓને સાથે રાખી તપાસ કરતા સયાજીગંજ વિસ્તારમાં આવેલ પાયલ કોમ્પલેક્સ બંધ સ્ટોક માર્કેટના ગોડાઉન પહોંચ્યો હતો ગોડાઉનમાંથી બે પેરલ કેમિકલ ભરેલ કારબા મળી આવ્યા હતા. જેને લઈને તપાસમાં વધુ કેમિકલ મળવાની આશંકા સેવાઈ રહી છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube