યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ ધરાવે છે 75 વર્ષીય મહેન્દ્રભાઈ પટેલ, અમેરિકામાં જીત્યો બ્રોન્ઝ મેડલ
મહેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ અમેરિકામાં યોજાયેલી પાન અમેરિકા વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ ગેમ્સમાં બ્રોઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કર્યું છે. મહેન્દ્રભાઈ સ્મૃતિ એવી છે કે તેઓ 16 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે અને લોંગ જમ્પમાં તેઓ 12 ફૂટ સુધીનો લાંબો કૂદકો મારે છે.
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરાના 75 વર્ષીય સિનિયર સિટીઝને અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપમાં 12 ફૂટ લાંબો કૂદકો મારીને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તેઓ 16 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે. 75 વર્ષની ઉંમરે લોંગ જંપ, ભાલા ફેંક, ગોળા ફેંક અને દોડ જેવી રમતોમાં ભાગ લઈને ઇન્ટરનેશનલ લેવલે મેડલ લાવવા એ કોઈ નાની સુની વાત નથી, આ કરી બતાવી છે વડોદરાના સિનિયર સિટીઝન મહેન્દ્રભાઈ પટેલ.
મહેન્દ્રભાઈ પટેલે તાજેતરમાં જ અમેરિકામાં યોજાયેલી પાન અમેરિકા વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ ગેમ્સમાં બ્રોઝ મેડલ મેળવીને ભારત દેશનું નામ રોશન કર્યું છે. મહેન્દ્રભાઈ સ્મૃતિ એવી છે કે તેઓ 16 સેકન્ડમાં 100 મીટર દોડી જાય છે અને લોંગ જમ્પમાં તેઓ 12 ફૂટ સુધીનો લાંબો કૂદકો મારે છે. આ સ્ફૂર્તિ તો ખરેખર યુવાનોને શરમાવે તેવી છે.
- - યુવાનોને શરમાવે તેવી સ્ફૂર્તિ
- - 75 વર્ષની ઉંમરે લોંગ જંપ
- - ભાલા ફેંક
- - ગોળા ફેંક
વડોદરા શહેરના વીઆઇપી રોડ પર આવેલ અયોધ્યા નગરમાં રહેતા મહેન્દ્રભાઈ પટેલ 1969માં ભારતીય મિલેટ્રીમાં જોડાયા હતા અને વર્ષ 1978 માં તેઓ રિટાયર થયા હતા અને ત્યારબાદ આઇપીસીએલમાં જનરલ મેનેજર તરીકે સેવાઓ આપી હતી. હાલ એડવોકેટની પ્રેક્ટિસ કરી રહ્યા છે. તેઓએ 75 વર્ષની ઉંમરે પણ રમત રમવાનું છોડ્યું નથી. તેઓ આજે પણ રોજ સવારે સાત વાગે એમએસ યુનિવર્સિટીના ગ્રાઉન્ડ ઉપર પહોંચી જાય છે અને સતત અઢી કલાક સુધી પ્રેક્ટિસ કરે છે અને જ્યારે વર્લ્ડ ચેમ્પિયનશિપ આવે ત્યારે તો રોજ તેઓ સવારે 4:30 કલાક પ્રેક્ટિસમાં કાઢે છે. તેઓ વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોનના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.
- - વર્લ્ડ ચેમ્પિયનશિપ
- - સવારે 4:30 કલાક પ્રેક્ટિસ
75 વર્ષીય એથલીટ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, હું વર્ષોથી વર્લ્ડ માસ્ટર ચેમ્પિયનશિપ ગેમ્સમાં ભાગ લઈ રહ્યો છું. મેં અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા, મલેશિયા, થાઈલેન્ડ, ચાઇના અને સ્પેનમાં ભાગ લઈને વિવિધ ગેમ્સમાં 22 જેટલા ગોલ્ડ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે અને ભારત દેશનું નામ રોશન કરેલ છે.