વડોદરા: વડોદરાના સમિયાલા ગામે મોડી રાત્રે જૂથ અથડામણની ઘટાના સામે આવતા રૂલર પોલીસનો મોટી સંખ્યામાં કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. બે જૂથો વચ્ચે અંગત અદાવતને લઇને જૂથ અથડામણ થઇ હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનામાં અનેક મોટી સંખ્યામાં બંન્ને જૂથોના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જૂથ અથડામણની ઘટનામાં 6 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તમામને 108 મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જૂથ અથડામણમાં લાકડી અને પથ્થરોનો ઉપયોગ કરવાને કારણે જૂથમાં રહેલા લોકો ઘાયલ થયા હતા. ઘટનાને કારણે ગામ લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે પહોચ્યા હતા.


20 ટકા જ આઈ વિઝીબીલીટી હોવા છતાં આ ગુજરાતી મહિલા કરે છે સમાજ સેવાનું કાર્ય


 



જૂથ અથડામણ અંગેની જાણ પોલીસને થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. પોલીસે ટોળાને વિખેરવા અંગેનું કાર્ય શરૂ કર્યું હતું. જૂથ અથડામણમાં સંડોવાયેલા લોકોની પોલીસે અટકાયત કરીને વડોદરા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં લાવીને વધુ તપાસ હાથ ધરી હતી.