રવિ અગ્રવાલ/વડોદરા: હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદનો મામલો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વિવાદને લઈ વિદેશમાં વસતા હરિભક્તની વધુ એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેના કારણે ખળભળાટ મચી જવા પામી છે. વિદેશમાં રહેતા હરિભક્ત ફૂઆને કહે છે બે ત્રણ જણાં વિજય માલ્યા અને નિરવ મોદીવાળી કરવાની તૈયારીમાં છે. સ્વામીનું કોઈને દુઃખ નથી, બધા ભેગુ કરેલું સગેવગે કરી દેવામાં પડ્યા છે. ફૂઆ તમે કહો છો, આપણે બધું ઢાંકવાનું છે, પણ રૂ. 500 કરોડ ન ઢંકાય.. અશોકભાઈ અને બધા સ્વતંત્ર વર્તે છે, હમણાં 35-35 લાખની બે ઇનોવા છોડાવી છે. આ રીતની ઓડિયો ક્લિપમાં વાત કરતા સંભળાય છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સોખડા મંદિરનો વિવાદ વિદેશમાં પહોંચ્યો છે. વિદેશમાં વસતા કેટલાક હરીભક્તો પણ મંદિરમાં ચાલી રહેલા વહીવટને લઈ જવાબો માંગી રહ્યાં છે. જેમાં મંદિરના પૈસા વ્યાજે પણ આપવામાં આવતાં હોવાનો આક્ષેપ કરાયા છે. સ્વામીના સ્વધામગમનનું કોઈને દુઃખ નથી. બધા જ ભેગું કરેલું સગેવગે કરવામાં પડયા છે, બે-ત્રણ જણાં વિજય માલ્યા અને નીરવ મોદીવાળી કરવાના મુડમાં છે, તેવી પણ ઓડિયો ક્લિપ હરીભક્તે કરી છે. વાઈરલ ક્લિપમાં હરિભક્ત કહે છે કે, ફુઆ આજે અમે બધા ભેગા થઈને યુવકો વાતો કરતા હતા. બીરજુભાઈ ધર્મસ્થી હતા. અહીંયાથી ન્યુજર્સીથી કેનેડા અને ઓસ્ટ્રેલિયાથી બધા જ યુવકો હતા. બધા યુવકોને થોડા પ્રશ્નો છે એટલે અમે પુછીએ છે. તમે જે પ્રમાણે કહ્યું હતું કે, સ્વામીજીએ વિદ્યાનગર રહેવું છે, તેવી ઈચ્છા દર્શાવી હતી, તમે આ વાત અમને કરી હતી.  


Padma Awards 2022: પદ્મ પુરસ્કારની જાહેરાત, ગુજરાતના 7 મહાનુભાવોને પદ્મ સન્માન 


એટલે, બીરજુભાઈને એવો પ્રશ્ન થાય છે કે, સ્વામીજી શું તેમના દિકરા -દિકરીઓને એકલા હરીધામમાં છોડી વિદ્યાનગરમાં રહેતા? જો, તેમની ઈચ્છા હતી તો છેલ્લે વિદ્યાનગર કેમ ન રોકાયા? આ કાયડો ઉકેલવો પડશે અને અનિદેશ બનાવવા હરિભક્તોએ જે પૈસા આપ્યા તે આપણે લોકોને વ્યાજે આપ્યા. જેમાં 


અનિલભાઈને પહેલા તમે 25 કરોડ, પછી પાંચ કરોડ અને અઢી કરોડ આપ્યા. એમ જુદી -જુદી બે – ત્રણ ફિગરો છે. ફુઆ તમારા કહેવા પ્રમાણે સામે એમણે રૂ. ૧૭ કરોડની જમીન લખી આપી છે. પણ, ગુરૂપ્રસાદે કંઈક બીજુ કહ્યું છે. એમણે એમ કહ્યું કે, એમની બુલેટ ટ્રેનના પાર્ટસ બનાવવાની કોઈ ફેક્ટરી છે, તેમાં પૈસા રોક્યા છે. હવે આ બધી વસ્તુ અલગ – અલગ છે. 


ગુજરાતમાં કોરોનાનો કાતિલ ફૂંફાળો, આજે સૌથી વધુ મોત નોંધાયા, રિકવરી રેટ ઘટ્યો


અશોકભાઈ અને બધા હરીધામમાં સ્વતંત્રપણે વર્તે છે. હમણાં જ 35-35 લાખની બે ઈનોવા પણ છોડાવી છે. કોઈને સ્વામીના સ્વધામગમનનું દુઃખ નથી. બધા જ ભેગું કરેલું સગેવગે કરવામાં પડયા છે એટલે હરીભક્તો હવે જાગો. વડીલો તો ખબર નહીં કશું બોલતા જ નથી. હવે, યુવકો જ કંઈ કરે તો જ આનો જવાબ મળે. કારણ કે, અમે તો સંતોને પણ ફોન કરીએ છે. આ બધુ કરતાં પહેલા અમે શ્રાીચરણ સ્વામી, પ્રબોધ સ્વામી કે ગુરૂપ્રસાદ સ્વામીને ફોન કરેલો. ગઈકાલે મેં ભક્તિ પ્રિય સ્વામીને પણ ફોન કર્યો હતો. પણ, તેમણે મારું નામ જાણીને જ પાંચ મિનિટમાં ફોન કરું છું, તેમ કહી જવાબ ન આપ્યો. સંતો જોડે અમારે કોઈ દુશ્મની નથી.


રાજકોટમાં નર્સનું રહસ્યમય મોત; બાથરૂમમાં એવું તે શું બન્યું કે બન્ને સાથળ પર નિશાન મળ્યા?


ફુવાએ અમને કહ્યું છે કે, આપણે બધુ ઢાંકવાનું છે, ફુવા કેટલું ઢાંકીશું આપણે? તમે એક કલાક ફોન ચાલ્યો, તેમાં અમને 10 વખત ઢાંકવાનું છે, ઢાંકવાનું છે? તેમ જણાવ્યું હતું. સ્વામીજીએ આટલું ઢાંક્યુ તો આપણે કેમ ન ઢાંકીએ? ફુવા મેં તમને કહ્યું હતું કે, પાંચ સો કરોડ ન ઢંકાઈ. આપણે, હરીભક્તોને કેવી રીતે જવાબ આપીશું, પ્લીઝ મહેરબાની કરીને બધી વાતોને જવાબ આપજો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube