વડોદરાના સ્પામાંથી ઝડપાયો થાઇલેન્ડની ટ્રાન્સજેન્ડર, જાણો કેવી રીતે ફૂટ્યો સમગ્ર ઘટનાનો ભાંડો
અલકાપુરી વિસ્તારના કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા સી સોલ્ટ નામના સ્પામાં ભારતના વિઝા પુરા થઈ ગયા હોવા છતાં પણ રહીને એક કિન્નર કામ કરી રહ્યો છે.
જયંતિ સોલંકી/વડોદરા: વડોદરામાંથી સ્પામાં કામ કરતો મૂળ થાઈલેન્ડનો અને વગર વિઝાએ ભારતમાં રહેતો કિન્નર ઝડપાયો છે, વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ પોલીસને બાતમી મળી હતી કે શહેરના અલકાપુરી વિસ્તારના કોમ્પલેક્ષના ત્રીજા માળે ચાલતા સી સોલ્ટ નામના સ્પામાં ભારતના વિઝા પુરા થઈ ગયા હોવા છતાં પણ રહીને એક કિન્નર કામ કરી રહ્યો છે.
આ સમગ્ર બાતમીના આધારે વડોદરા હ્યુમન ટ્રાફિકની ટીમ સાથે સયાજીન પોલીસની શી ટીમ સાથે રહીને અલકાપુરી સ્થિત સ્પામાં દરોડા કર્યા હતા. જે દરમિયાન આ કિન્નરના ડોક્યુમેન્ટસ તપાસતા તે પોતે મૂળ થાઈલેન્ડનો રહેવાસી હોવાનું જણાયું હતું. એક દિવસ પહેલા જ ભોપાલથી વડોદરા આવ્યો હોવાનું પણ સામે આવ્યું હતું.
મહત્વનું છે કે, છેલ્લા એક વર્ષથી ચાલતું વડોદરા શહેરના અલકાપુરી સ્થિત આસપાસ સેન્ટરમાં કોઈ દેહવેપાર જેવી ગેર પ્રવૃત્તિઓ તો નથી ચાલતી ને આ દિશામાં પણ પોલીસે પૂછપરછ કરી હતી. પરંતુ આવી કોઈ બાબત સામે નહીં આવતા પોલીસે વિદેશી કિન્નર શ્રી કન્યા, સ્પાના માલીક સમીર જોષી અને મેનેજર ઓમી બહાદુર સુબા મુળ નેપાળને રેહવાસી વિરુદ્ધ ધી ફોરેનર્સ એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.
કેટલાક વર્ષોથી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ધમધમતાને સ્પાના નામે ચાલતા દેહ વેપારના કીસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે, ત્યારે વડોદરામાં પણ આ પ્રકારના સ્પામાં ખાસ તપાસ એજન્સીઓ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોમાં દરોડા કરી અને દેહવેપાર ચાલતા હોવાના ખુલાસા થયા છે. ત્યારે આ જ પ્રકારની એક બાતમીના આધારે વધુ એક વખત વડોદરાની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમ ની બાતમીના આધારે શહેરના સ્પા સેન્ટરમાં દરોડા કરવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારનો દેહ વેપાર ચાલતું નહીં હોવાનું સામે આવ્યું છે ત્યારે હવે વગર વિઝા એ ભારતમાં રહી અને સ્પામાં કામ કરતાં કિન્નર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સ્ટેટ ઇન્વેસ્ટીગેશન બ્યુરો સેન્ટ્રલ ઇન્વેસ્ટિગેશન બ્યુરો, એસઓજી અને સ્થાનિક પોલીસ તપાસનો તજવી હાથ ધરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube