દિવાળીના ઉત્સાહમાં કોરોના પણ ઘૂંટણિયે પડ્યો, SSG હોસ્પિટલમાં દર્દીઓ હાથમાં દીવા સાથે જોવા મળ્યા
વડોદરાની સયાજી હોસ્પિટલનાં કોરોના વોર્ડનાં દિવાળીની ઉજવણીના અનોખા દ્રશ્યો જોવા મળ્યો. હાથમાં દીવડા સાથે કોરોના દર્દીઓનો દીપોત્સવ જોવા મળ્યો
હાર્દિક દિક્ષીત/વડોદરા :દિવાળીનો તહેવાર બધા માટે હોય છે. ગરીબ હોય કે તવંગર દરેકને દિવાળી ઉજવવાનો ઉત્સાહ હોય છે. આવામાં દર્દીઓને પણ દિવાળી (diwali 2020) ઉજવવાનો હક છે. કોરોનાના દર્દીઓમાં પણ દિવાળી ઉજવવાનો ઉત્સાહ હોય છે. ત્યારે તેમના શોખને પૂરી કરવાનો પ્રયાસ વડોદરામાં કરાયો. વડોદરામાં કોરોના દર્દીઓની અનોખી દિવાળી ઉજવણી જોવા મળી. વડોદરાની સયાજી હોસ્પિટલ (ssg hospital) માં દર્દીઓ માટે ખાસ દિવાળીનુ આયોજન કરવામાં આવ્યું હતું. જે જોઈને તમે પણ કહેશો વાહ...
દિવાળીનાં ઉત્સાહ સામે કોરોના પણ ઘૂંટણિયે જોવા મળ્યો. કોરોનારૂપી અંધકારને દૂર કરતો દિવાળીનો ઉજાશ કેવો હોય તે વડોદરાની સયાજી હોસ્પિટલમાં જોવા મળ્યો. સયાજી હોસ્પિટલના સ્ટાફ દ્વારા દર્દીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે.
વડોદરાની સયાજી હોસ્પિટલનાં કોરોના વોર્ડનાં દિવાળીની ઉજવણીના અનોખા દ્રશ્યો જોવા મળ્યો. હાથમાં દીવડા સાથે કોરોના દર્દીઓનો દીપોત્સવ જોવા મળ્યો.
દિવાળીમાં કોરોના વોરિયર્સનો ગજબનો ઉત્સાહ હતો. કોરોનાના દર્દીઓનાં ચહેરા પર સ્મિત લાવતી દિવાળી સયાજી હોસ્પિટલ સ્ટાફનો સરાહનીય પ્રયાસ કામ કરી ગયો હતો.