રવિ અગ્રવાલ, વડોદરા: કહેવાય છે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ કહેવતને સાચી કરી બતાવી છે વડોદરાના એક વિદ્યાર્થીએ. વડોદરા શહેરના સવાદ ક્વાર્ટ્સમાં રહેતા ચિરાગ સિસોદીયાને બોર્ડની પરીક્ષા એક અઠવાડિયા પહેલા જ અકસ્માત નડ્યો હતો. જેમાં તેને 15 ટાંકા આવ્યા હતા. તેમ છતાં ચિરાગે આજે પરીક્ષા આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: વડોદરામાં ધો-10ના વિદ્યાર્થીઓએ આપી પરીક્ષા, આ રીતે કરાયું સ્કૂલોમાં સ્વાગત


વડોદરા શહેરના વારસિયા રોડ પર આવેલ સવાદ ક્વાર્ટ્સમાં રહેતા ચિરાગ રાજેન્દ્રસિંહ સિસોદીયા કારેલીબાગ વિસ્તારમાં આવેલી લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલમાં ધો-10માં અભ્યાસ કરે છે. બોર્ડની પરીક્ષાના એક અઠવાડિયા પહેલા પહેલી માર્ટે ચિરાગ તેના મિત્ર સાથે એક્ટિવા પર બેસીને તેના મિત્રને ત્યાં વાંચવા જઇ રહ્યો હતો. તે સમયે મીરા ચાર રસ્ચા પાસે કાર ચાલકે પાછળથી ટક્કર મારતા તે નીટે પટકાયો હતો. અને તેના પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. જેથી તેને તુરંત જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. 


સુરતના વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત, સ્કૂલમાં કરી તોડફોડ, વિદ્યાર્થીઓની અટકાયત


ચિરાગે કહ્યું હતું કે, મેં સમગ્ર વર્ષ દરમિયાન ખુબ જ મહેનત કરી હતી. જોકે, મને થયેલા અક્સમાતને કારણે હું પરીક્ષા ન આપી શકું તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પરંતુ મારે ગમે તેમ કરીને પરીક્ષા આપવી જ હતી. જેથી હું આજે પરીક્ષા આપવા માટે આવ્યો છું. અને હું સારૂ પરિણામ લાવીને બતાવીશ. ચિરાગના પિતા રાજેન્દ્રસિંહ સિસોદીયા અનાજ દળવાની ઘંટી પર કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, આખા વર્ષની મહેનત એળે ન જાય તે માટે ચિરાગે પરીક્ષા આપવાનું નક્કી કર્યું હતું. અમે તેના નિર્ણયની સાથે જ છીએ. તે સારૂ પરિણામ લાવશે તેવો અમને વિશ્વાસ છે.


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અઙીં ક્લિક કરો...