વડોદરામાં એકાએક વાઇરલ ફીવર ફાટી નીકળ્યો, 1000થી વધુ કેસ, તાત્કાલિક આ ઉપાયો ચાલું કરી દેજો
વડોદરામાં વાઇરલ ફીવરના 1000 થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય શરદી, તાવ, ખાસી, ઠંડી, શરીરમાં દુ:ખાવા સહિતની ફરિયાદો બાળકો અને વયસ્કોમાં ઉઠી છે.
રવિ અગ્રવાલ/વડોદરા: રાજ્યમાં વરસાદી વાતાવરણમાં સીઝનલ રોગ થવા સામાન્ય વાત છે. પરંતુ ચોમાસાની શરૂઆત સાથે વડોદરામાં વાઇરલ ફીવરના કેસ વધતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. વડોદરામાં વાઇરલ ફીવરના 1000 થી વધુ કેસ સામે આવ્યા છે. જેમાં સૌથી વધુ ટાઇફોઇડ અને કમળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સિવાય શરદી, તાવ, ખાસી, ઠંડી, શરીરમાં દુ:ખાવા સહિતની ફરિયાદો બાળકો અને વયસ્કોમાં ઉઠી છે.
આ સાથે શહેરમાં ચિકનગુનિયાના 5 અને ડેન્ગ્યુના 2 કેસ પણ મળી આવ્યા છે. જેના કારણે તંત્ર એક્શનમાં આવી ગયું છે. વડોદરા કોર્પોરેશને 176 ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે શરૂ કર્યો છે. અને ગંદકી સાફ ન કરનાર બાંધકામની 6 સાઈટ અને 1 સ્કૂલને નોટિસ ફટકારાઈ છે. વડોદરાના સરકારી એસ.એસ.જી હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. લોકોને કલાકો બાદ નંબર આવી રહ્યો છે. તો શહેરના ખાનગી દવાખાનાના પણ આવા જ હાલ છે.
વાયરલ ફીવર આવે તો કરો આ ઉપાય
- દિવસમાં 8-10 ગ્લાસ પાણી પીવો. આ સિવાય ડાયટમાં સૂપ, જ્યૂસ, કોફીને પણ સામેલ કરો.
- ડેઈલી ડાયટનું ધ્યાન રાખો.
- લસણને ભોજનમાં અવશ્ય સામેલ કરો.
- આ સિવાય જેતૂનના તેલમાં લસણની 2 કળીઓ ગરમ કરીને આ તેલથી પગના તાળવા પર માલિશ કરો.
- 1 લીટર પાણીમાં 1 ચમચી લવિંગનો પાઉડર અને 10-12 પાન તુલસીના તેમાં નાખો. તેને ઉકાળીને દર 2 કલાકમાં આ પાણી પીવો.
- તાવ આવે તો સૌથી પહેલાં 2 કપ પાણીમાં એક ટુકડો આદુ, અપટી હળદર, 4-5 કાળા મરીનો પાઉડર અને સહેજ ગોળ નાખીને ઉકાળીને ઉકાળો બનાવો.
- દિવસમાં 3-4 આ ઉકાળો પીવાથી તાવમાં તરત આરામ મળે છે.
- 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી આખા ધાણાને ઉકાળો. પછી પાણી અડધું રહે એટલે આને પીવો. તેનાથી તાવ ફટાફટ ગાયબ થઈ જશે.
- રાતે 1 કપ પાણી 1 ચમચી મેથી દાણા પલાળી દો. સવારે પાણી ગાળીને તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ અને 1 ચમચી મધ મિક્સ કરીને પીવો.
- તાવ આવે ત્યારે ઈમ્યૂનિટી લો થઈ જાય છે. એવામાં વાયરલ ફીવરમાં ગિલોયનું સેવન લાભકારક છે. તમે ગિલોયની ટેબલેટ અથવા તેનો ઉકાળો બનાવીને પી શકો છો.
- વાયરલ ફીવરમાં આદુવાળી ચા બેસ્ટ છે. તેનાથી ઈમ્યૂનિટી બૂસ્ટ થાય છે. ગળાના દુખાવામાં રાહત મળે છે અને શરદી ખાંસીમાં પણ આરામ મળે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube