તૃષાર પટેલ/વડોદરા: શહેરના પાણીગેટ પોલીસ મથકમાં થયેલી બબાલના પડધાના ભાગ રૂપે જાહેરમાં એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો છે. બીચ્છુ ગેંગ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો છે. જેને લઇને સ્થાનિક પોલીસ દોડતી થઇ હતી. ઘાયલ થયેલી મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્ટિલમાં સારવાર કરવામાં આવી રહી છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ બીચ્છુ ગેંગ વાળા ઇસમોએ અનુગેંગના મુખ્ય ઇસમની પત્ની પર તલવારથી હુમલો કરવામાં આવ્યો હતો. અને પથ્થર મારો કર્યો હતો. મળતી માહિતી મુજબ કુરશીદાબાનું પઢાણ નામની મહિલા પર તલવારથી હુમલો કરતા બીચ્છું ગેંગને પકડવા માટે પોલીસને સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.


વડોદરા: બાળકો ટ્રાફિક નિયમ જાણે તે માટે કમાટીબાગમાં બન્યો ટ્રાફિક પાર્ક


પાણીગેટ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી બીચ્છુ ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. સોમવારે સાંજના સમયે પણ બિચ્છુ ગેંગ દ્વારા આતંક મચાવામાં આવ્યો હતો. જેમા મહિલા અને બાળકો પર તલવાર અને પથ્થરો વડે હુમલો કરવામાં આવ્યો. થોડી વાર માટે આ વિસ્તારમાં અફરા તફરી જેવો માહોલ જોવા મળ્યો હતો. પોલીસે બીચ્છું ગેંગના સાગરીતો વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.