VADODARA: દેશનો સૌપ્રથમ રોડ સોલાર પ્રોજેક્ટ, 14 લાખ યુનિટ વીજ ઉત્પાદન કરશે
શહેરના હાર્દ સમા દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે તૈયાર થયેલ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ઈ લોકાર્પણ કર્યું હતું. જેનાથી પાલિકાને વીજ બીલમાં વર્ષે 87 લાખનો ફાયદો થશે. વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાવાસીઓને અર્પણ કર્યું. રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજીવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે.
રવિ અગ્રવાલ/વડોદરા : શહેરના હાર્દ સમા દાંડિયા બજાર-અકોટા બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે તૈયાર થયેલ રૂફટોપ સોલાર પાવર પ્લાન્ટ પ્રોજેક્ટનું રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલ ઈ લોકાર્પણ કર્યું હતું. જેનાથી પાલિકાને વીજ બીલમાં વર્ષે 87 લાખનો ફાયદો થશે. વડોદરાના હાર્દ સમા દાંડિયા બજાર ચાર રસ્તાથી અકોટા તરફ જવાના રેલવે બ્રિજ ઉપર રૂપિયા 27.4 કરોડના ખર્ચે રૂફ ટોપ સોલાર પ્લાન્ટ નાંખવામાં આવ્યો છે. સાડા ચાર વર્ષમાં તૈયાર થયેલ રૂફટોપ સોલાર પ્લાન્ટનું રાજ્યના ઉર્જા મંત્રી સૌરભ પટેલે સયાજીનગર ગૃહમાંથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરી વડોદરાવાસીઓને અર્પણ કર્યું. રૂફ ટોપ સોલાર પ્લાન્ટની વિશેષતા એ છે કે, આ રૂફટોપ સોલાર પ્લાન્ટ 982.8 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરશે. એટલે કે, પ્રતિદિન 3930 યુનિટ વીજળી જનરેટ થશે. અને એક વર્ષમાં 14.34 લાખ યુનિટ વીજળી જનરેટ થશે. જનરેટ થનાર વીજળીનો ઉપયોગ વડોદરા મહાનગર સેવા સદનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ બિલ્ડીંગ તેમજ વારસીયા વિસ્તારમાં આવેલ રાજીવનગર સુએઝ પમ્પીંગ સ્ટેશન અને અટલાદરા સુએઝ પમ્પીગ સ્ટેશન ખાતે ઉપયોગમાં લેવામાં આવશે.
'Crime Branch નો અધિકારી છું, તારા ફસાયેલા પૈસા પાછા અપાવીશ' કહી 12 લાખ ખંખેર્યા
વડોદરા મહાનગર સેવાસદનને વર્ષે આવતો રૂપિયા 87 લાખનો વીજળી ખર્ચ બચી જશે. કોર્પોરેશનની તિજોરી ઉપર રૂપિયા 87 લાખનું ભારણ ઓછું થશે. સાથે જ ઊર્જા મંત્રીએ કહ્યું કે સોલર રૂફ ટોપ યોજનામાં રાજ્યમાં 2,44,000 અરજીઓ થઈ. જેમાં સૌથી વધુ વડોદરામાં 33702 સોલર રૂફટોપ યોજના માટે અરજીઓ થઈ. કિસાન સૂર્યોદય યોજનામાં વડોદરા જિલ્લામાં 636 ગામોમાંથી 161 ગામોમાં આજે દિવસે વીજળી મળે છે, જ્યારે 475 ગામોમાંથી 100 ગામડામાં ડિસેમ્બર સુધી વીજળી મળશે.
GUJARAT CORONA UPDATE: નવા 84 કેસ, 18 જિલ્લામાં એક પણ કેસ નહી, 03 લોકોનાં મોત
મહત્વની વાત છે કે આગામી 20 વર્ષ સુધી સોલાર પ્લાન્ટનું મેઇન્ટેનન્સ અને સર્વિસ રૂફ ટોપ સોલાર પ્લાન્ટ તૈયાર કરનાર ઇજારદાર કરશે. સયાજીરાવ નગરગૃહ માં યોજાયેલા કાર્યક્રમમાં ઉત્પન્ન થનારી વીજળી અંગે મધ્ય ગુજરાત વીજ કંપની અને વડોદરા મહાનગર સેવાસદન વચ્ચે એમ.ઓ.યુ. કરવામાં આવ્યું. આ રૂફ ટોપ સોલાર ટનલ વીજળી આપવા સાથે વડોદરા શહેર માટે એક આકર્ષણરૂપ પણ પુરવાર થશે. રૂફ ટોપ સોલાર ટનલ વીજળી ઉત્પન્ન કરવા સાથે શહેરીજનો માટે પિકનીક સ્પોટ્સ પણ બની રહેશે. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આ સોલાર ટનલમાં રંગબેરંગી લાઇટો લગાવવામાં આવી છે.
Kutch: જમીનમાં રોકાણ કરતાં પહેલાં આ કિસ્સો વાંચી લેજો, સામે આવ્યું કરોડોનું જમીન કૌભાંડ
આ લાઇટીંગ શનિવાર અને રવિવાર ઉપરાંત જાહેર તહેવારોના દિવસોમાં ચાલુ કરવામાં આવશે. વડોદરા મહાનગર સેવા સદન દ્વારા આ લાઇટીંગ ચાલુ કરવા માટે વર્ષના 185 દિવસો નક્કી કરવામાં આવ્યા છે. આવનારા દિવસોમાં સોલાર ટનલમાં ફરવા આવનાર શહેરીજનો માટે અન્ય સુવિધાઓ ઉભી કરવાનું પણ કોર્પોરેશન દ્વારા વિચારવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં મંત્રી યોગેશ પટેલ, સાંસદ, મેયર, મ્યુનિ કમિશનર, ધારાસભ્ય, કોર્પોરેટર અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube