રવિ અગ્રવાલ/વડોદરા: વડોદરાના વડસર બ્રીજ પાસે આવેલી ગુજરાત એલ્યુમિનિયમ કંપનીમાં એકાએક ધડાકાભેર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. વડસર બ્રીજ પાસે આવેલી કંપનીમાં એલપીજી ગેસના બોટલો રાખેલા છે. જે બોટલોમાં એકાએક આગ લાગતા ધડાકા થયા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડની 8 ગાડીઓ આગને કાબુમાં લેવા દોડી આવી. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગને કાબુમા લીધી. ફાયર બ્રિગેડના જવાનોને કંપનીમાં ફાયર સેફટીના સાધનો જોવા ન મળ્યા. તો કંપનીના માલિકે ગેસના બોટલ કેમ રાખ્યા તેના પર અનેક સવાલો ઉઠયા હતા.


મહંતના એક મત માટે ઉભું કરાઇ છે બૂથ, પીએમ મોદીએ મન કી બાતમાં કરી વાત


મહત્વની વાત છે કે, કંપની એલ્યુમિનિયમની પ્રોડકટસ બનાવે છે. ત્યારે ગેસના મોટા બોટલ રાખવા માટે કંપનીએ એકસ્પલોઝિવ વિભાગ પાસેથી પરવાનગી લીધી છે કે, કેમ તે સવાલ ઉઠયા છે. ફાયર બ્રિગેડે કંપની પાસે ફાયર સેફટીના સાધનો છે કે નહી, ગેસના બોટલ રાખવાની પરવાનગી લીધી છે કે, નહી તેની તપાસ હાથ ધરી છે. કંપનીના માલિકે તમામ પરવાનગી લીધી હોવાની વાત કરી હતી.