• વડોદરામાં 19 વર્ષની યુવતીની પ્રેમીએ જ કરી હતી ક્રૂર હત્યા

  • ગણતરીની કલાકોમાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપીને દબોચી લીધો

  • યુવતી માણેજા વિસ્તારમાં પોતાના મામાના ઘરે રહેતી હતી


ઝી મીડિયા/બ્યૂરો :વડોદરામાં 19 વર્ષની યુવતીની કરાઈ કરપીણ હત્યા કરાયેલી લાશ મળી છે. યુવતીને મારીને નેશનલ હાઈવે પાસે લેન્ડ ફિલ્ડ સાઈટ પર નાંખી દેવાઈ હતી. ત્યારે ગણતરીના કલાકોમાં વડોદરા પોલીસે આરોપી પ્રેમી કલ્પેશ ઠાકોરને પકડી પાડ્યો હતો. વડોદરામાં 19 વર્ષની યુવતીની પ્રેમીએ જ ક્રુરતાપૂર્વક હત્યા કરી હતી. યુવકે તેને હાઈવે પર બોલાવીને ધારિયાથી એટલા ઘા માર્યાં કે તે લોહીમાં રગદોળાઈ હતી, અને ત્યાં જ તેનો જીવ ગયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, વડોદરાના નેશનલ હાઈવે પર જાંબુવા બ્રિજ પાસે 19 વર્ષીય તૃષા સોલંકીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. તેની લાશ નેશનલ હાઈવે નંબર 48 પર લેન્ડ ફીલ્ડ સાઈડ પર ફેંકી દેવાઈ હતી. હાઈવે પર મળેલી લાશથી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યુ કે, તૃષા સોલંકી મૂળ પંચાલના સામલી ગામની રહેવાસી છે. તેની પાસેથી આધાર કાર્ડ મળી આવ્યુ હતું. તે માણેજામાં મામાના ઘરે રહીને અભ્યાસ કરતી હતી. ત્યારે વિદ્યાર્થિનીની હત્યા એકતરફી પ્રેમ પ્રકરણમાં થઇ હોવાનું બહાર આવ્યું છે. 


આ પણ વાંચો : ભાજપમાં ભરતી મેળો, ચૂંટણી પહેલા આપના 1500 કાર્યકર્તા ભાજપમાં જોડાયા


એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાએ માહિતી આપતા જણાવ્યું કે, અમને કલ્પેશ ઠાકોરે જ તૃષા સોલંકીની હત્યા કરી હોવાનું કબૂલ્યુ છે. ક્રાઈમ બ્રાન્ચ અને લોકલ પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલ્યો છે. કલ્પેશ ઠાકોર ચાર વર્ષથી યુવતીના સંપર્કમાં હતો. તે તેને પરેશાન કરતો હતો. તેણે જ યુવતીને હાઈવે પર મળવા બોલાવી હતી. યુવતી આવ્યા બાદ તેણે પાછળથી તેના પર ધારદાર ધારિયાથી હુમલો કર્યો હતો. જેને કારણએ યુવતી શરીર પર ગરદનથી લઈને પગ સુધી ઈજાના નિશાન હતા. યુવતીની હત્યા સમયે આરોપીએ ભારે ક્રુરતા આચરી હતી. 


ચિરાગ કોરડિયાએ કહ્યુ કે, આરોપી યુવતીના સંપર્કમાં કેવી રીતે આવ્યો, પીછો કરતો હતો અને કેમ હત્યા કરી તે પણ હજી સામે આવ્યુ નથી. તેણે યુવતીને કઈ રીતે બોલાવી અને યુવતી કેમ આવી તે દિશામાં તપાસ ચાલી રહી છે. આરોપી કલ્પેશ ઠાકોર માણેજા ગામથી પકડાયો હતો. આરોપી ઈલેક્ટ્રીકનું કામ કરે છે. 


આરોપીએ તૃષાનો હાથ કાપ્યો હતો
યુવતીના મામાએ જણાવ્યુ કે, તૃષા અલકાપુરીની એક એકેડમીમાં કોચિંગ માટે રોજ જતી હતી. તે એક્ટીવા લઈને ટ્યુશન જવા માટે નીકળી હતી. સાંજે જે સમયે ઘરે પરત ફરતી હતી તે સમયે પરત આવી ના હતી. બાદમાં તેની હત્યાની જાણ થઇ હતી. તૃષા પરિવારની એકની એક દીકરી હતી. તેની હત્યાથી પરિવારમાં આઘાત છવાયો હતો. આશ્ચર્યની વાત તો એ છે કે, હત્યારાએ તૃષાનો એક હાથ કાપી નાંખ્યો હતો. તૃષાનું મોપેડ હાઇવે પર પાર્ક કરાયેલું હતું. જયારે તેની હત્યા ત્યાંથી દુર ઝાડીમાં થઇ હતી