મારી દીકરીઓ શોધી આપો, 51 દિવસથી રહસ્યમયી રીતે ગુમ દીકરીઓને શોધવા પિતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો
Twin Sisters Missing : વડોદરામાં હરણી વિસ્તારમાં રહેતી 24 વર્ષની બે બહેનો 51 દિવસથી ગુમ... સારિકા-શીતલના પિતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો... પોતાની દીકરીઓ શોધી આપવા માટે મુખ્યમંત્રીને કરી અપીલ...
Vadodara News હાર્દિક દિક્ષિત/વડોદરા : વડોદરાના હરણી વિસ્તારમાં વણકર પરિવારની 51 દિવસ પૂર્વે ગુમ થયેલી કોલેજિયન બે જોડિયાં બહેનો મળી ન આવતાં પરિવારજનો ચિંતાતુર બન્યો છે. બંને દીકરીઓના પિતાએ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી દીકરીઓને વહેલીતકે શોધી આપવા રજૂઆત કરી છે.
શહેરના હરણી વિસ્તારમાં મોટનાથ રેસીડેન્સીમાં રહેતા વણકર પરિવારની બે જુડવા બહેનો અચાનક ગાયબ થતા પરિવાર ચિંતાતુર જોવા મળ્યો છે. આજથી 51 દિવસ પૂર્વે બંને જુડવા બહેનો જેમાંથી એક બહેન એમએસ યુનિવર્સિટીમાં, જ્યારે બીજી બહેન એસીડીટી કોલેજ ખાતે અભ્યાસ કરી રહી હતી અને ઘરેથી કોલેજ જવાનું કહી બંને બહેનો સાંજ સુધી પરત ફરી ન હતી. તેથી પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટ્યા હતા અને ભારે શોધખોળ બાદ સારિકા અને શીતલ ઘરે આવી ન હતી. અંતે મામલો હરણી પોલીસ મથક પહોંચ્યો હતો, જ્યાં પોલીસે બંને દીકરીઓ ગુમ થવાની ઘટના સયાજીગંજ પોલીસ મથકની હદમાં બની હોય પરિવારને પોલીસ મથકે ફરિયાદ નોંધાવા જણાવ્યું હતું. જેમાં પોલીસે ગુમ થયાની અરજી લીધા બાદ તમામ પાસાં ઉપર તપાસ આરંભી હતી. પોલીસે એમએસ યુનિવર્સિટીના સીસીટીવી ફૂટેજ પણ ચેક કર્યા હતા. સીસીટીવી ફૂટેજમાં બંને બહેનો કોલેજમાંથી બહાર નીકળતી દેખાઈ હતી. પરંતુ ત્યાં બાદ ક્યાં જાય છે તેની માહિતી મળી ન હતી.
ગુજરાતીઓ માટે ખુશખબર, આજથી રાજ્યમાં આટલા ઓછા ભાવે મળશે CNG-PNG
ગુજરાતીઓ કેટલું જીવે? બે દાયકામાં ગુજરાતીઓના સરેરાશ આયુષ્યમાં ચાર વર્ષનો વધારો થયો
પોલીસે બંને દીકરીઓના પિતા ચીમનભાઈ વણકરના આક્ષેપો મુજબ કિશન સોલંકી નામના યુવકની પણ પોલીસ સ્ટેશનમાં પૂછપરછ કરી હતી, જેમાં પણ પોલીસને કોઈ આધારભૂત કડી મળી નથી.
બંને દીકરીઓના પિતાને પોલીસ તપાસમાં હકારાત્મક જવાબ નહીં મળતા અંતે ચીમનભાઈએ મુખ્યમંત્રી, ગૃહ રાજ્યમંત્રી, પોલીસ મહાન નિર્દેશક અને વડોદરા પોલીસ કમિશનર સહિત તમામને પોતાની આપવીતી જણાવતી અને ગુમ થયેલ દીકરીને શોધી કાઢવા માટે અરજી કરી છે. જે અરજીના અનુસંધાનમાં શહેર પોલીસ કમિશનરે સમગ્ર પ્રકરણની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી છે.
જુનિયર ક્લાર્કની પરીક્ષાની આ રહી A To Z માહિતી, તમારા માટે બહુ જ કામની સાબિત થશે
છેલ્લા પંદર દિવસથી ક્રાઇમ બ્રાન્ચ બે જોડિયાં બહેનોની તપાસ કરી રહ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે જોડિયાં બહેનોની શોધખોળ માટે કેલિફોર્નિયાથી તેઓના વોટ્સએપ ડેટા મંગાવ્યા હોવાની માહિતી સાંપડી છે. કારણ કે સારિકા અને શીતલ બંને જુડવા બહેનો જ્યારે પણ મોબાઈલ ઓપન કરે છે ત્યારે વાઇફાઇથી whatsapp ડેટા યુઝ કરતા હોય તેની માહિતી માત્ર કેલિફોર્નિયાથી મળી શકે તેમ છે. તેથી પોલીસે લેખિતમાં ડેટા મોકલવા જાણ કરી છે. બંને દીકરીઓ નહિ મળતાં પિતા ચીમન વણકર ખૂબ વ્યથિત છે અને બંને દીકરીઓને વહેલી તકે ઘરે પરત ફરવા આજીજી કરી રહ્યા છે.