વડોદરા : સેન્ટ્રલ જીએસટી વિભાગના બે અધિકારી રંગે હાથે લાંચ લેતા ઝડપાયા હતા. સી.જી.એસ.ટી. કચેરીના અધિક્ષક અને ઇન્સ્પેક્ટર લાંચ લેતા ઝડપાયા હતા. હાલોલના બાસ્કા ખાતે આવેલ જય કુબેર ફ્લોર એન્ડ ફૂડ પ્રોડક્ટ્સ નામની કંપનીને સિલ નહીં થવા દેવા માટે લાંચ માંગી હતી. રૂપિયા 10 લાખની અધિકારીઓએ લાંચ માંગી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રૂપિયા ૨.૫૦ લાખની લાંચ લેતા ગોધરા એસીબીની ટીમે ઝડપી પડ્યાં હતા. અગાઉ રૂપિયા ૫૦ હજાર રોકડા આપ્યા હોવા છતાં વારંવાર અધિકારીઓ લાંચની માંગણી કરતા હતા. નિતીનકુમાર ગૌતમ, અધિક્ષક ,સી.જી.એસ.ટી વડોદરા-૨ વર્ગ ૨ અધિકારી છે. શિવરાજ મીણા, ઇન્સપેક્ટર-સી.જી.એસ.ટી વડોદરા વર્ગ-૩છે. 


અત્રે ઉલ્લેખનીય છે કે, એસીબી દ્વારા હાલમાં જ કામગીરી ખુબ જ વધારી દેવામાં આવી છે. એસીબી દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવતી રહે છે કે કોઇ પણ પ્રકારના લાંચના કિસ્સામાં તેઓ એસીબીનો સંપર્ક કરે. એસીબી દ્વારા આવા અનેક ટ્રેપ ગોઠવીને અનેક અધિકારીઓને લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube