વડોદરામાં મતદારોએ ભાજપ ઉમેદવાર રંજનબેન ભટ્ટનું કર્યું અનોખું સ્વાગત
વડોદરાના અકોટા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ગાયત્રી સ્કુલ પાસે મહીનગર સોસાયટીમાં રહીશોએ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું અનોખુ સ્વાગત કર્યું.
રવિ અગ્રવાલ, વડોદરા: દેશમાં પ્રથમ વાર વડોદરામાં મતદારોએ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું અનોખું સ્વાગત કર્યું. 400 મતદારોએ 400 કમળના ફૂલ આપી રંજનબેનનું સ્વાગત કરી ભાજપને સમર્થન આપ્યું છે.
વધુમાં વાંચો: કોંગ્રેસના ધારાસભ્ય અશ્વિન કોટવાલને ચૂંટણી પંચે આપી નોટીસ, માગ્યો ખુલાસો
વડોદરાના અકોટા વિધાનસભા મતવિસ્તારમાં આવેલા ગાયત્રી સ્કુલ પાસે મહીનગર સોસાયટીમાં રહીશોએ ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટનું અનોખુ સ્વાગત કર્યું. 400 મહિલા અને પુરુષ મતદારોએ મળી 400 કમળના ફૂલ રંજનબેન ભટ્ટને આપ્યા સાથે જ દેશમાં ભાજપને 400 બેઠકો મળે અને ફરી વખત નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બને તેવી શુભકામના પાઠવી. રંજનબેન ભટ્ટે કહ્યું કે ઉમેદવાર તરીકે જાહેરાત થયા બાદ પ્રથમવાર કોઈ મતદારોએ આ રીતે સ્વાગત કર્યું.
વધુમાં વાંચો: વડોદરાના બુદ્ધિજીવી લોકોએ આ રીતે કરી લોકસભા ચૂંટણીમાં મતદાન કરવાની અપીલ